શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 23 મે 2017 (11:00 IST)

GUJCAT RESULT પરિણામ જાહેર - રિઝલ્ટ જોવા અહી ક્લિક કરો

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ દિવસ પૂર્વે લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે સવારે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યુ છે.  ગુજરાત રાજ્યમાં ઈજનેરી પ્રવેશ માટેની અગત્યની ગણાતી ગુજકેટની પરિક્ષા સમગ્ર રાજ્યમાં એ-ગ્રુપમાં 55035 છાત્રો અને 11438  છાત્રાઓ મળી કુલ 66473 પરીક્ષાર્થીઓએ તેમજ બી-ગ્રુપમાં 28621 છાત્રો અને 36921  છાત્રાઓ મળી કુલ  65542 પરીક્ષાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.
 
ગુજસેટનું પરિણામ
– 1.32 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરિક્ષા
– A ગ્રુપમાં 664 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સનટાઈલ મેળવ્યા
– B ગ્રુપમા 662 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સનટાઇલ મેળવ્યા
– A ગ્રુપમાં 1340 વિદ્યાર્થીઓએ 98 ટકાથી વધુ પર્સનટાઇલ મેળવ્યા
– B ગ્રુપમાં 1312 વિદ્યાર્થીઓએ 98 ટકાથી વધુ પર્સનટાઈલ મેળવ્યા
– A ગ્રુપમાં 2712 વિદ્યાર્થીઓએ 96 ટકાથી વધુ પર્સનટાઇલ મેળવ્યા
– B ગ્રુપમાં 2656 વિદ્યાર્થીઓએ 96 ટકાથી વધુ પર્સનટાઈલ મેળવ્યા
– A ગ્રુપમાં 5351 વિદ્યાર્થીઓએ 92 ટકાથી વધુ પર્સનટાઇલ મેળવ્યા
– B ગ્રુપમાં 5293 વિદ્યાર્થીઓએ 92 ટકાથી વધુ પર્સનટાઈલ મેળવ્યા
– A ગ્રુપમાં 6700 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ પર્સનટાઇલ મેળવ્યા
– B ગ્રુપમાં 6590 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ પર્સનટાઈલ મેળવ્યા
 
પરિણામ જોવા  gseb.org વેબસાઈટ પર જાવ 
 
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2017માં લેવાયેલી SSCની પરીક્ષાનું પરીણામ 29મી મેના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-10નું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે ઓનલાઈન મુકવામાં આવશે. 
 
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે સેમેસ્ટર પદ્ધતિ રદ કરી હવે વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે. ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે બપોર સુધીમાં શાળાઓને અને બપોર બાદ અથવા આવતીકાલે વિદ્યાર્થીઓને  વિતરણ કરવામાં આવશે.