કોંગ્રેસમુક્ત ભારત માટે કોંગ્રેસયુક્ત ભાજપ - જળબંબાકાર ગુજરાતમાં હવે આયારામ- ગયારામની રેલમછેલ

શુક્રવાર, 28 જુલાઈ 2017 (13:08 IST)

Widgets Magazine
bjp gujarat


ભાજપના કોંગ્રેસમુક્ત અભિયાનના ભાગરૃપે આજે વધુ ત્રણ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી ભાજપને કૌભાંડી કહેનારા આ ત્રણે નેતાઓને ભાજપે વિધિવત આવકારી પણ લીધા છે. આ સાથે સંઘ અને ભાજપના પાયાના કાર્યકરોની અવગણનાનો સિલસિલો આગળ ધપ્યો છે. શંકરસિંહ અને અન્ય જૂથવાદી પ્રશ્નોથી કેટલાય સમયથી વિવાદમાં ફસાયેલા ગુજરાત કોંગ્રેસ પક્ષમાં રાજ્યસભાની ચૂંટણી ટાણે જ કમઠાણ મચ્યું છે. 

એક માહિતી મુજબ ભાજપમાં કોંગ્રેસના ૧૧ થી વધુ ધારાસભ્યોને વિધાનસભામાંથી રાજીનામું અપાવી ભાજપમાં લાવશે. અને આમ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-એહમદ પટેલ માટે એક પ્રકારનો પડકાર પુરવાર થશે.  રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે જેના આગલા દિવસે જ કોંગ્રેસ છોડીને ત્રણેય ધારાસભ્યો ભાજપમાં આવી ગયા છે.  વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા પરંતુ સત્તા માટે ભાજપમાં ગયા હોય તેવા ધારાસભ્યો - આગેવાનોની યાદી ધીરે ધીરે લાંબી થતી જાય છે. જો કે અમુક નેતાઓ કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળવાથી તો કેટલાક આગેવાનો પક્ષમાં પોતાની અવગણના થતી હોવાનું જણાવીને ભાજપમાં જોડાઇ ગયા હતા. આવા નેતાઓની યાદી આ મુજબ છે.


 ૧. વિઠ્ઠલ રાદડીયા સાંસદ અને ઈફકોના વા. ચેરમેન (પોરબંદર) ૨. નરહરિ અમિન આયોજન પંચના ઉપાધ્યક્ષ (અમદાવાદ) ૩. જયેશ રાદડીયા કેબીનેટ મંત્રી (સૌરાષ્ટ્ર) ૪. પૂનમબહેન માડમ સાંસદ (જામનગર) ૫. જશા બારડ રાજ્યકક્ષાના મંત્રી (જૂનાગઢ) ૬. પ્રભુ વસાવા સાંસદ (બારડોલી) ૭. દેવજી ફતેપરા સાંસદ (સુરેન્દ્રનગર) ૮. રાજેન્દ્રસિંહ ચાવડા ધારાસભ્ય (હિંમતનગર) ૯. અરૃણસિંહ રાણા ધારાસભ્ય (વાગરા-ભરૃચ) ૧૦. છબીલદાસ પટેલ ભૂતપૂર્વ ધારાસભ્ય (અબડાસા) ૧૧. બાવકું ઊંધાડ ધારાસભ્ય (લાઠી) ૧૨. પંકજ દેસાઈ ધારાસભ્ય (નડિયાદ) ૧૩. દેવુસિંહ ચૌહાણ સાંસદ (ખેડા) ૧૪. બલવંતસિંહ રાજપૂત ધારાસભ્ય (સિધ્ધપુર) ૧૫. પ્રહલાદ પટેલ ધારાસભ્ય (વિજાપુર) ૧૬. તેજશ્રી પટેલ ધારાસભ્ય (વિરમગામ)Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોંગ્રેસમુક્ત ભારત કોંગ્રેસયુક્ત ભાજપ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર આયારામ- ગયારામ - જળબંબાકાર ગુજરાત Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વરસાદની ઠંડકમાં ગરમ રાજકારણ, ગુજરાત કોંગ્રેસમાં વધુ બે રાજીનામા,જસદણના કોંગી ધારાસભ્ય ભોળાભાઈ અજ્ઞાતવાસમાં

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. કાલે કોંગ્રેસના ત્રણ ...

news

PHOTO - અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી ... જુઓ જુદા જુદા તસ્વીરો..

રાજ્યના 5 નેશનલ હાઈવે, 30 સ્ટેટ હાઈવે અને 731 પંચાયત હસ્તકના રસ્તા, અન્ય માર્ગો 105 મળીને ...

news

ગુજરાત કોંગ્રેસમાં ગાબડું, અન્ય ત્રણ ધારાસભ્યોના રાજીનામાં, શૈલેષ પરમારને વિધાનસભાના દંડક બનાવાયા

શંકરસિંહ વાઘેલાએ વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામી આપ્યા બાદ બળવંતસિંહ સાથે તેજશ્રીબેન પટેલ ...

news

કોંગ્રેસના નેતાઓ પાણીમાં ફસાયા, કલોલનું તળાવ છલકાયું, ગાંધીનગર જળબંબાકાર

ઉત્તર ગુજરાત બાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બુધવાર મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine