Widgets Magazine
Widgets Magazine

હાર્દિક નલિયા કાંડ પર પ્રહાર કરતાં કોર્ટમાં હાજર થયો, ગણ્યાં ગાંઠ્યા પાટીદારોની ઉપસ્થિતી

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (13:56 IST)

Widgets Magazine
naliya


પાસ નેતા પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ ચોથા ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં હાર્દિકે, નલિયાકાંડના મૂળીયા ગાંધીનગર અને દિલ્હીમાં હોવાનું જણાવ્યું હતું. સાથે જ સરકાર અંગ્રેજોના વારસો નિભાવતી હોય તેમ રાજ્યમાં મહિલાઓ અસુરક્ષિત છે. અને ખેડૂતો પર થતાં અત્યાચાર થઈ રહ્યાં હોવાના આક્ષેપ કર્યા હતાં. સાથે પીએમ મહિલા દિને કલંક સાબિત કરવા આવતાં હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલને ક્રાઈમ બ્રાંચમાં દર ગુરૂવારે હાજરી પુરાવવાની હોય છે. ત્યારે આ વખતે ગણી સંખ્યામાં પાટીદાર યુવકો જોવા મળ્યાં હતાં. અને હાર્દિકે ક્રાઈમ બ્રાંચની પાંચમાં માળે આવેલી કચેરીમાં હાજરી પુરાવ્યાં બાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતાં રાજ્યસરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. અને નલિયાકાંડના મૂળીયા ગાંધીનગર અને દિલ્હી સાથે જોડાયાં હોવાનું જણાવ્યું હતું. રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે, સાણંદમાં ખેડૂતો પર થયેલા લાઠિચાર્જથી સાબિત થયું છે કે, વિરોધ કરતાં લોકો પર સરકાર અંગ્રેજોની જેમ લાઠીઓ વરસાવ છે. મહિલાઓ રાજ્યમાં અસુરક્ષીત છે. કોઈ પણ સમાજને હક્ક માંગવાનો અધિકાર રહેવા દેવાયો નથી. હક્ક માંગનારને સરકાર જેલમાં પુરતી હોવાનો આરોપ પણ કર્યો હતો. નલિયાકાંડ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, શંકરભાઈ ચૌધરી અગાઉ વિધાનસભામાં પોર્ન જોતા પકડાયા હતાં. તેને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે. જે આશ્ચર્ય સર્જે છે. સરકારે નાર્કો ટેસ્ટ કરાવીને તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ. આગામી મહિલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મહિલા સરપંચોના કાર્યક્રમમાં આવનાર પીએમ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, જે રાજ્યમાં મહિલાઓ સુરક્ષીત નથી ત્યાં વડાપ્રધાન કલંક સાબિત કરવા આવી રહ્યાં છે. હાર્દિકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઈશારે કામ કરતી પોલીસ ગુંડાઓ કરતાં વધુ બેરહેમીપૂર્વક કામ કરી રહી છે. રાજ્ય સરકારના ઈશારે પોલીસ કોઈની પણ વિરુધ્ધ કેસ કરે છે. અને કોઈની ઉપર પણ લાઠીઓ વરસાવી રહી છે. કાયદા કરતાં ભાજપનું ગુંડારાજ વધુ ચાલતું હોવાનો આક્ષેપ હાર્દિક કર્યો હતોWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હાર્દિક નલિયા કાંડ પાટીદારોની ઉપસ્થિતી. કોર્ટમાં હાજર Patidar Hardik Patel Naliya Kand

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પતિની પોર્ન જોવાની આદતથી કંટાળીને સુપ્રીમ કોર્ટ પહોંચી પત્ની, બોલી - બંધ થાય આવી સાઈટ્સ

મુંબઈની એક મહિલા પોતાના પતિની ટેવથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ...

news

ISRO ની સફળતા પર ચિઢાયુ ચીન, કરી આ કમેંટ...

ભારતના એક સાથે 104 સેટેલાઈટના સફળ ઉડાન પર એક બાજુ આખી દુનિયાની મીડિયા ઈસરોના વખાણના પુલ ...

news

દિલ્હી સીરિયલ બ્લાસ્ટમાં એક દસકા પછી આજે નિર્ણય, માર્યા ગયા હતા 60થી વધુ લોકો

. વર્ષ 2005માં થયેલ બહુચર્ચિત સરોજની નગર ધમાકાના મામલે પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ કોર્ટ ...

news

જેલમાં મીણબત્તી બનાવશે શશિકલા, 50 રૂપિયા મજુરી મળશે, કોઈ રજા નહી

શશિકલાએ આજે ભારે હંગામા વચ્ચે બેંગલુરૂની પરાપન્ના જેલમાં આત્મસમર્પણ કરી દીધુ. કોર્ટની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine