શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (12:34 IST)

આજે વિશ્વ માતૃભાષા દિવસઃ ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓ અત્યંત નબળા

21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભાષાના ચિંતકો દ્વારા સેમિનાર ગોઠવાશે અને ભાષાને બચાવવા માટે વક્તવ્યો અપાશે પરંતુ વાસ્તવિક્તા એ છે કે, સ્કૂલથી લઈ ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં નબળા પુરવાર થઈ રહ્યાં છે. જેની પ્રતીતિ ધો.10ની બોર્ડની પરીક્ષામાં જોવા મળી રહી છે. 2016માં ધો.10ની પરીક્ષામાં ગુજરાતીમાં 2,29,066 વિદ્યાર્થી નાપાસ થયા હતા. વર્ષ 2010થી લઇને 2016ના તમામ પરિણામમાં ગુજરાતીમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓ ઘટવાને બદલે વધી રહ્યાં છે. જોકે 2010માં ધો.10માં ગુજરાતી વિષયમાં કુલ 6,02,438 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 86,660 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયાં હતા. જ્યારે વર્ષ 2016માં 8,30,877 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 2,29,066 વિદ્યાર્થી નાપાસ જાહેર થયા હતા. મૂળ સ્પેનિસના અને ગુજરાતીને પોતાની માતૃભાષા ગણાવનાર ફાધર વાલેસના ગુજરાતી ભાષા પ્રત્યેના શબ્દો મુજબ ‘આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો ત્મે નવી શોધ કરી છે, એમ માનજો.