Junagaમાં અજબ પ્રેમ કી ગજબ કહાની, યુવકે કિન્નર સાથે લગ્ન કર્યાં

શુક્રવાર, 14 જુલાઈ 2017 (12:44 IST)

Widgets Magazine
junagadh


જૂનાગઢમાં આંઘળા પ્રેમની કહાણી જોવા મળી. એક સાધારણ કુટુંબના યુવકને કિન્નર સાથે પ્રેમ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં અસ્થિવિસર્જન માટે હરિદ્વાર ગયેલા યુવકે આ પણ કરી લીધા હોવાની ચર્ચાએ શહેરભારમાં જોર પકડ્યું છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના વીર મેઘમાયા નગરના રાજુ સોલંકીના મકાનમાં પાંચેક કિન્નરો ભાડે રહે છે.

રાજુ સોલંકીનાં જણાવ્યા મુજબ, શહેરના મેઘાણી નગરમાં રહેતો અને કડીયાકામ કરતો 25 વર્ષિય યુવાન બાંધકામને લઇને વિસ્તારમાં આવતો-જતો હતો. જ્યાં તેની નજર મારા મકાનમાં ભાડે રહેતા એક કિન્નર સાથે મળી અને બે વર્ષમાં તેનો પ્રેમ વધુને વધુ ગાઢ થતો ગયો. એટલું જ નહીં બન્ને દુનિયાની પરવા છોડીને એકબીજાની સાથે રહેવા લાગ્યા. આશરે છ મહિના બાદ યુવકના પરિવારના એક સભ્યનું મૃત્યું થતા તેના અસ્થિ પધરાવવા હરિદ્વાર જવાનું થયું. યુવાને આ તક ઝડપી લીધી અને કિન્નર સહિત જૂનાગઢના એક ગોર મહારાજને પણ સાથે લીધા. હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વિધી સંપન્ન કર્યા બાદ યુવાને કિન્નર સાથે ગંગા નદીના કિનારે જ લગ્ન પણ કરી લીધા. આ અનોખા લગ્નની ચર્ચા હાલ શહેરમાં જોરશોરથી ચાલી રહી છે. જો કે યુવકે ભરેલા આ પગલાંથી તેના પરિવારમાં રોષની લાગણી જોવા મળી હતી.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કિન્નર સાથે લગ્ન અજબ પ્રેમ કી ગજબ કહાની ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News Junagadh News - Ajab Prem Ki Gajab Kahani

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટ ઍરપોર્ટ પર વિમાન હાઇજેક થયું : દિલધડક દ્રશ્યો સર્જાયાં

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથયાત્રીઓ ઉપર થયેલા ત્રાસવાદી હુમલાના વિરોધ વચ્ચે રાજકોટ ઍરપોર્ટ ...

news

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ સામે માત્ર 53 ટકા વાવણી થઈ, કપાસ- મગફળીનું વિક્રમી વાવેતર

રાજ્યમાં આ વખતે વહેલો અને સારો પ્રારંભિક વસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી અને ...

news

Saurashtra News - હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તણાવ ભરી સ્થિતી

હળવદમાં ગામમાં જૂથ અથડામણ થવાના કારણે અનેક લોકો ઈજા પામ્યા છે અને 2 લોકોના મોત થયા છે. ...

news

UP વિધાનસભા સુરક્ષામાં મોટી ચૂક, નેતા વિપક્ષની ખુરશી નીચેથી મળ્યુ High Grade PETN વિસ્ફોટક

ઉલ્લેખનીય છે કે PETN નામનુ આ પાવડર હાઈ ઈંટેસિટી એક્સપ્લોસિવ છે જે 12 જુલાઈની સાંજે જે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine