શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી , શનિવાર, 13 મે 2017 (14:48 IST)

પાકિસ્તાની ચુડૈલ સાથે સેલ્ફીનુ 'વાયરલ સચ'

સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલુ જ નુકશાન પણ છે. સોશિયલ મીડિયા પર દરરોજ અનેક ફોટો, વીડિયો અને મેસેજ વાયરલ થાય છે. આ ફોટો, વીડિયો અને મેસેજ દ્વારા અનેક ચોંકાવાનારા દાવા પણ કરવામાં આવે છે.  આવી જ એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  આ તસ્વીરે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. 
 
શુ દેખાય રહ્યુ છે વાયરલ તસ્વીરમાં ?
 
તસ્વીર દીવાલ પર સફેદ કપડામાં એક સ્ત્રી જોવા મળી રહી છે. દિવાલ પર સ્ત્રી વાળ ખોલીને બેસી થઈ છે અને નીચે ઉભેલા લોકો મોબાઈલથી તસ્વીર લેવામાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર દાવાના મુજબ આ લોકો પણ દીવાલ પર બેસેલી ચુડેલની તસ્વીર પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા છે. 
 
શુ છે વાયરલ તસ્વીરનુ સત્ય ?

 
સોશિયલ મીડિયા પર આ તસ્વીરને ભારતના જુદા જુદા ભાગની બતાવવામાં આવી રહી હતી.  અમારી પડતાલમાં ચુડૈલવાળી તસ્વીરના પાકિસ્તાની કનેક્શનનો પ્રથમ પુરાવો મળ્યો. 
 

આ તસ્વીર સૌ પહેલા પાકિસ્તાનના જાણીતા ગાયક ફાખિર મહેમૂદે ફેસબુક પર શેયર કરી જ્યારબાદ તસ્વીર વાયરલ થવા માંડી. ફાખિરે તસ્વીર શેયર કરતા લખ્યુ, "શુ કોઈ ઓળખી શકે છે ? આ ચુડૈલની તસ્વીર છે જેને ઘણા બધા લોકોએ રાત્રે હૈદરાબાદમાં જોઈએ." 
 
આ તસ્વીરની તપાસ કરવામાં પાકિસ્તાનના છાપા ખંગાળ્યા. એક પાકિસ્તાની છાપાએ તસ્વીરને મોરોક્કોની બતાવી. આ સાથે જ દાવો કરવામાં અવ્યો કે મોરક્કોમાં ચોર ચોરી કરવા માટે ઢીંગલીને ચુડૈલની જેમ સજાવીને મુકી દે છે.  જેથી જ્યારે તે ચોરી કરે તો લોકોનું ધ્યાન તેમની તરફ નહી પણ નકલી ચુડૈલની તરફ રહે. 
 
જ્યારે શોધ આગળ  વધી તો જાણવા મળ્યુ કે હકીકતમાં આ વીડિયો ઈંડોનેશિયાનો છે. જ્યા ભૂત-પ્રેત બોલાવનારી એક ખૂબ જુની રમત રમાય છે.  આ રમતનુ નામ છે જેલાંગકૂંગ.. જેમા ઈંડોનેશિયાના લોકો લાકડીના ભૂત અને ચુડૈલ બનાવે છે. 
 
આ તસ્વીરની તપાસમાં એ નિષ્કર્ષ નીકળ્યુ કે આ તસ્વીર તો સાચી છે પણ તેની સાથે કરવામાં આવેલા દાવા ખોટા સાબિત થયા છે.