મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (11:57 IST)

કચ્છના BSF જવાનનો ચોથો વીડિયો વાઈરલ

કચ્છની બોર્ડર સિક્યોરિટી ફોર્સના 150મી બટાલિયનમાં ફરજ બજાવતો જવાન નવરત્ન ચૌધરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી બીએસએફના અધિકારીઓ અને દળમાં ચાલતી પોલમપોલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર કાલે પોસ્ટ કર્યો છે. જવાનોને અધિકારીઓના ઘરે કામ કરવાની ફરજ પાડવામાં આવે છે તેવા આક્ષેપો સાથે એક અન્ય વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં એક અધિકારીના ઘરે કેટલા જવાનો સેવા માટે આપાય છે અને તેમના કુતરા માટે પણ જવાનો રખાય છે તેવી વાતો કરતાં જોવા મળે છે.નવરત્ન ચૌધરીએ પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવે છે કે, દેશમાં કેટલાક લોકો કહી રહ્યાં છે કે હું સોશિયલ મીડિયામાં જે રીતે ફરિયાદ કરી રહ્યો છે તે ખોટી રીત છે પરંતુ હું એમને જણાવું કે મેં સડાત્રણ વર્ષથી તેમની સાચી રીતથી મૌખિત,લેખિત ઓનલાઈન, ઓફલાઈન બધી જ પ્રકારની ફરિયાદ નોંધાવી છે પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી. કોઈ સુનવણી થઈ નથી.
 હું આજે અહીંયા આવ્યો છું તેનાથી મને ખુશી નથી થતી પરંતુ તાનાશાહીની બધી હદો પાર થઈ ગઈ છે તેથી હું અહીંયા છું. જ્યારે હું આવી જ ગયો છું ત્યારે તમને જણાવું કે અંદર કેવા હાલાત છે. જવાનને અધીકારીઓના ઘરના કપડા,વાસણ કચરા પોતું કરવું પડે છે. આમ જોવા જઈએ તો આવા કામ માટે 25થી 30 બટાલિયન કામમાં લાગી છે જેનાથી સરહદ પર જે જવાનો છે તેમને 18 કલાક કામ કરવું પડે છે . આજ કારણ છે તેમને વધારે ડ્યુટી કરવી પડેછે. જે જવાન તેમના ઘરે છે તે તેમની સેવા વગર કોઈ કામ કરતા નથી. તો પછી ભારત સરકાર આવા જવાનને પગાર કેમ આપે ? તેમને તો જેમની ઘરે કામ કરે છે તેમની પાસેથી જ પગાર વસુલવો લેવો જોઈએ.
સીમા પર તૈનાત જવાન દેશ માટે ઉભો છે તેને રજાઓ મળતી નથી અને જ્યારે રિવોર્ડ આપવાની વાત આવે ત્યારે તેવા જ જવાનોનું નામ આવે જે તેમના ઘરે સેવા ચાકરી કરે છે. અંતે તો જવાન પણ માણસ જ છે મશીન તો નથી કે જેમની પાસે તમે દિવસના 18-18 કલાક કામ કરાવી શકો. ફોર્સમાં કર્મચારી યુનિયન નથી તો એનો અર્થ એ નથી કે જવાનોનું શોષણ જ કરવાનું.
માનનીય પ્રધાનમંત્રી મહોદય આ લોકો જાહેરમાં દેશની સુરક્ષાને નુકશાન પહોંચાડી રહ્યાં છે. મેં અત્યાર સુધી જેટલી પણ ફરિયાદ કરી છે તેની સાથે પુરાવા પણ આપ્યા છે. અને અત્યારે જે ફરિયાદ કરી રહ્યો છું તેની સાથે પણ એક વીડિયો છે. આ વીડિયોમાં જે લોકો દેખાય છે તે કોઈ સામાન્ય માણસ નથી તે જવાનોના લેખાજોખા કરનારા છે. આ આંકડો તો માત્ર એક જ બટાલીયનના હેડક્વાટરની ગણતરી છે જો આખી બટાલીયનની ગણતરી થાય તો વિચારો આવા કેટલા હશે? અરે તેમના પર્સનલ કુતરાને રાખવા માટે પણ એક જવાન છે . ભ્રષ્ટાચારનો અંદાજો તો તે વાત પરથી જ લગાવી શકાય કે ઓડીટ પાર્ટની ખાતીરદારી માટે 2 લાખ રૂપિયા આપ્યા. જેના ઓડીટ માટે આટલા રૂપિયા આપવા પડે તો તે ભ્રષ્ટાચાર કેટલાનો કર્યો હશે તે જોવાનું રહ્યું. આ બધા જ રૂપિયા બટાલીયનના જ છે.
આપણે સાંબળીએ છીએ કે દેશના જવાને આત્મહત્યા કરી પરંતુ તે કમજોર નહીં પણ મજબૂર છે. તે આત્મહત્યા કરે છે તેની પાછળ કોઈ તો કારણ હોવું જોઈએને કે જે ગોળી પર દુશ્મનનું નામ લખેલું હોય છે તેનાથી પોતાને જ મારે છે. આ લોકો મજબૂર કરે છે આવું કરવા. એ જવાન એવું વિચારે છે કે ખોટા આરોપમાં તેને સસપેન્ડ કરી દે તેનાથી સારું આત્મહત્યા કરી લઈએ તો પરિવારને આર્થિક મદદ તો મળશે. હું જ્યારથી બટાલીયનમાં જોડાયો છું ત્યારથી દેશનો સાચ્ચો અને પ્રાણામિક રીતે કામ કરું છું. મારો વિચાર તો એવો છે કે સમસ્યાથી ભાગવું તે તેનું સમાધાન નથી પરંતુ સાચા દ્રઢ સંકલ્પથી પ્રયાસથી હંમેશ માટે સમાપ્ત કરી શકાય છે. મારા વિચારથી એક પણ જવાને આત્મહત્યાનો રસ્તો છોડીને ફરિયાદનો રસ્તો આપનાવ્યો તો મારું દેશ સામે આવવાનું સફળ થયું. અને આ ભ્રષ્ટાચારીઓ સાંબળી લે કે હજી મારી પાસે ઘણું બધું છે. વેટ એન્ડ વોચ. જયહિંદ.
નવરત્ન ચૌધરીએ અન્ય વીડિયો પુરાવા તરીકે પોસ્ટ કર્યો છે જેમાં કેટલા જવાન ઓફિસરને પોતાના ઘરની ચાકરી કરવા જોઈશે તેની ગણતરી થઈ રહી છે. તેમના ઘરના માણસો સાથે આ જવાનોએ તેમના અંગત કૂતરાનું પણ ધ્યાન રાખવાનું હોય છે તેવું પણ આ વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. નવરત્ન ચૌધરી પોતાના વતન બિકાનેરમાં રજા પર છે. તેની પર ગેરશિસ્તની ફરિયાદો નોંધાયેલી હોવાનો બીએસએફે પહેલા ખુલાસો કરેલો છે.