શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2017 (12:11 IST)

ગુજરાતમાં દારૃ પિનારાને પાછલા બારણે પ્રોત્સાહન, -એક વર્ષમાં પરમિટોમાં ૩૩ ટકાનો વધારો

ગાંધીના ગુજરાતમાં દારૃબંધીએ માત્ર કાગળ પુરતી જ સિમિત રહી છે. વાસ્તવમાં પરમિટના નામે ખુદ ભાજપ સરકાર જ દારૃ પિનારાઓને પાછલા બારણે જાણે પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાત વિધાનસભામાં સરકારે ખુદ એ વાતનો એકરાર કર્યો કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી છેલ્લા બે વર્ષમાં ૪૯૪૬ દારૃની પરમિટો આપવામાં આવી છે. ગુજરાતમાં દારૃનુ વેચાણ એટલી હદે વધ્યું છેકે, ખુદ મહિલાઓએ જનતા રેડ પાડવા મજબૂર બનવુ પડયું છે.

આ જનઆક્રોશને જોઇને ખુદ ભાજપ સરકારે પણ દારૃબંધીના કાયદાને વધુ કડક બનાવવો પડયો છે. કોંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલા પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રીએ કબૂલાત કરી છેકે, અમદાવાદ સિવિલમાંથી વર્ષ ૨૦૧૫માં ૧૯૫૩ જયારે વર્ષ ૨૦૧૬માં ૨૯૯૪ દારૃની પરમિટો અપાઇ છે. હેલ્થ પરમિટના બહાને દારૃની પરમિટોની સંખ્યા દિનપ્રતિદીન વધી રહી છે. ગુજરાત આજે નામપુરતુ જ ડ્રાય સ્ટેટ બની રહ્યુ છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે,દારૃબંધીના કાયદાની સદંતર અવહેલના થઇ રહી છે . એટલું જ નહીં, દારૃબંધીનો અમલ કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. પ્રશ્નકાળમાં દારૃના મુદ્દે ચર્ચા ન થાય તે માટે મંત્રીઓ લાંબા લચક જવાબ આપીને પ્રશ્નોતરી કાળનો એક કલાક સમય પૂર્ણ કર્યો હતો પરિણામે અગત્યનો પ્રશ્ન ચર્ચામાં જ આવી શક્યો ન હતો. સુરત અને તાપી જિલ્લામાં સરકારી દવાખાના, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ ૧થી માંડીને વર્ગ ૪ની ખાલી જગ્યાઓ પડી રહી છે. હજારો શિક્ષિત યુવા બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે ત્યારે સરકાર ભરતી જ કરતી નથી તેવો કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો. રાજ્ય સરકાર એક તરફ નાગરિકોના આરોગ્યની ચિંતા કરે છે તો બીજી તરફ, સરકારી દવાખાનામાં ટેકનિકલ સ્ટાફની ભરતી કરવામાં સરકારને રસ જ નથી.