શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2017 (11:12 IST)

નર્મદા નદીને ત્રણ કિ.મી લાંબી ચૂંદડી અર્પણ કરાઈ, બન્યો વિશ્વવિક્રમ

ભરૂચમાં કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ નર્મદા મૈયાને 3 કીમી લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. અગાઉ જામખંભાળીયા નજીક આવેલાં ઘેલડા ગામે દગાઇ માતાજીને 1.2 કીમી લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ ખાતે સૌથી લાંબી ચૂંદડી અર્પણ કરાઇ હોવાને કારણે આ એક વિશ્વવિક્રમ બનશે. નર્મદા પર બનેલાં કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણ પહેલાં વહીવટીતંત્ર તરફથી વિશ્વવિક્રમ સ્થાપિત કરાયો છે. 
 
કલેકટર સંદિપ સાગલેના માર્ગદર્શન હેઠળ સોમવારે સાંજે નર્મદા મૈયાને 3 કીમી લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. 12થી વધારે કારીગરોએ 10 દિવસની જહેમત બાદ 3 કીમી લાંબી બાંધણી પ્રકારની ચૂંદડી તૈયાર કરી છે. ઝાડેશ્વર ગામ નજીક આવેલાં ગાયત્રી માતાજીના મંદિર ખાતે 100 મીટરના અંતરે 30 બોટ નદીમાં ઉભી રાખી નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. નર્મદે હર, મા નર્મદે તુ સર્વદેના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. હાલ જામખંભાળીયા નજીક આવેલાં ઘેલડાના દગાઇ ધામ ખાતે દગાઇ માતાજીને 1.2 કીમી લાંબી ચૂંદડી અર્પણ કરવાનો વિશ્વવિક્રમ છે. 
 
ભરૂચમાં 3 કીમી લાંબી ચૂંદડી અર્પણ કરી આ રેકોર્ડ તોડવામાં આવ્યો છે. ચૂંદડી અર્પણ કરાયાં બાદ નદીમાં હજારો દીવડાઓ તરતાં મુકવામાં આવ્યાં હતાં. છેલ્લા 10 દિવસથી 12 કારીગરો નર્મદા મૈયાને અર્પણ થનારી ચૂંદડી તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા હતાં. આજે સાંજે 5 વાગ્યે ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિર ખાતેથી 100 મીટરના અંતરે 30 બોટ ગોલ્ડન બ્રિજ તરફ ઉભી રાખવામાં આવી હતી. અગાઉ નર્મદા મૈયાને 1.2 કીમી લાંબી ચૂંદડી અર્પણ કરવાનો વિક્રમ છે જે 3 કીમીની ચૂંદડી સાથે ભરૂચમાં તુટ્યો હતો.