ગુજરાતમાં ચૂંટણી ટાણે જ લવજેહાદનું ભૂત ધૂણ્યું- હિંદુ દિકરીઓને જબરદસ્તીથી બેગમ બનાવાતી હોવાની રાવ

શનિવાર, 19 ઑગસ્ટ 2017 (11:44 IST)

Widgets Magazine
love jehad

ગુજરાતમાં માતર તાલુકાના હૈજરાબાદ ગામમાં સપ્તાહ પહેલા દ્વારા શિક્ષિત પાટીદાર યુવતીને ભગાડી જવાનો બનાવ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જિલ્લા કલેક્ટરને ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં લવજેહાદને ત્રાસવાદ સાથે સરખાવી જો શનિવાર સાંજ સુધીમાં યુવતીને હાજર કરવામાં નહીં આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
love jehad

સમગ્ર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ યુવતીને ભોળવીને પ્રેમજાળમાં ફસાવી તેને રાજ્ય બહાર ભગાડી જઇ અન્ય પ્રદેશમાં લઇ જઇ જબરદસ્તીથી નિકાહ પઢાવી લેવામાં આવતા હોવાનો સણસણતો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જિલ્લાના અલગ અલગ ગામોમાં સુખી - સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવારની હિન્દુ બહેન, દીકરીઓને પ્રેમના નામે ફસાવવામાં આવી રહી છે. આવા જ એક કાવતરાના ભાગરુપે સંધાણા પાસે આવેલા હૈજરાબાદ ગામની મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતી પાટીદાર સમાજની માત્ર 21 વર્ષની દીકરીને ગામનો મુસ્લિમ યુવક ભોળવી, ફસાવી ભગાડી ગયો છે. ગુજરાત સરકારે ‘ધર્મ સ્વતંત્ર અધિકાર અધિનિયમ’ હેઠળ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ હિન્દુ દીકરીઓને ફસાવી ગુજરાત બહાર ભગાડી લઇ જઇ નિકાહ પઢાવી હિન્દુ દીકરીઓને મુસ્લિમ બેગમ બનાવવા માટે મજબુર કરવામાં આવી રહી છે. આ બદી રોકવામાં નહીં આવે તો કોમી દાવાનળ ફેલાશે.કેરળમાં બનેલા લવ-જેહાદ આતંકવાદી પ્રવૃત્તિને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે પણ અતિનિંદનીય અસામાજિક આતંકવાદી સમાન લવ-જેહાદની પ્રવૃત્તિના કારણે ખાસ ટીમ બનાવી સત્વરે તપાસ સોંપી છે. હૈજરાબાદના કેસમાં પણ સ્પેશ્યલ ટીમ બનાવવા માગણી કરાઈ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દિલ્હીના યુવરાજ ગોરખપુરને પિકનિક સ્પોટ ન બનાવે - યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ઈંસેફલાઈટિસ દ્વારા બાળકોના થઈ રહેલા ...

news

UP - વારાણસીના રસ્તા પર PM મોદી ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં તેમના લાપતા થવાના પોસ્ટર ...

news

ભાજપા 50 વર્ષ માટે સત્તામાં આવી અને અમને કાળાનાણા નથી જોઈતા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસ પર હુમલો કરતા પોતાના દળની તુલના ...

news

ભાજપના પૂર્વ ધારાસભ્ય અપક્ષ ચૂંટણી લડશે

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં આમઆદમી પાર્ટીના ગુજરાતના નેતા ડૉ. કનુભાઈ કલસરિયા ...

Widgets Magazine