શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2017 (12:54 IST)

મહિસાગર નદીમા પાણીની આવક વધતાં 41 ગામોમાં એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લામાંથી પસાર થતી નદીઓ મહીસાગર અને સાબરમતીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સંબંધિત ડેમોમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કાંઠાના ગામોમાં જળસ્તર વધવાની ચેતવણી જાહેર કરાઇ છે. જેના પગલે બંને નદીના કિનારા પરના 41 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. 

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદની આગાહી કરતાં તંત્ર એલર્ટ કરાયું છે. ખેડા જિલ્લાના અનેક ગામોમાં ગોઠણસમા પાણી ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પૂરનિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમ તથા અમદાવાદ અને ઉતર ગુજરાતમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે સાબરમતી નદીનું જળ સ્તર વધી રહ્યું છે. કડાણા ડેમની પૂર્ણ સપાટી 419 ફૂટ છે.તેની સામે સોમવાર સવારે ડેમનું લેવલ 406.2 ફૂટ સુધી પહોંચ્યું છે. જે 70 ટકાથી વધુ ભરાયેલ છે. હાલમાં પણ પંચમહાલ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે.જેના કારણે ડેમની સપાટી વધવાની સંભાવના છે. આથી વહીવટીતંત્ર દ્વારા વોનીંગ સ્ટેજ જાહેર કરાયો છે.