બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (12:39 IST)

ગાંડો વિકાસ ભાજપની જાહેરાત બનશે. ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ કેમ્પેઈનની શરુઆત

સોશિયલ મિડીયા પર ‘વિકાસ ગાંડો થયો છે’ ના લોકપ્રચાર બાદ પણ ગુજરાતમાં ભાજપ દ્વારા ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ એડવર્ટાઈઝમેન્ટ કેમ્પેઈનની શરુઆત કરી છે. જે 1 ઓક્ટોબરથી શરુ થતી 4,657 કિમી લાંબી ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન પણ ઉપયોગમાં લેવાશે. ગઈકાલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને જીતુ વાઘાણી દ્વારા 15 દિવસ લાંબી ગુજરાત ગૌરવ યાત્રા માટે નવા કેમ્પેઈનની શરુઆત કરી હતી. ‘વિકાસ’ના નામથી થયેલા અપપ્રચારથી કોઈ ફેર ન પડ્યો હોય તેવું દર્શાવવા પાર્ટીએ આગામી ચૂંટણી માટે વિજ્ઞાપન તૈયાર કર્યો છે. જેમાં ‘મને ઓળખ્યો? હું છું વિકાસ.’ એવો પ્રશ્ન કરાઈ રહ્યો છે. આ કેમ્પેઈનમાં  મોદીના કાર્યોને કેન્દ્રબિંદુ બનાવવામાં આવશે. તેમજ વિધાનસભા ચૂંટણીના ચહેરા તરીકે પણ મોદીને જ દર્શાવાશે. આ કેમ્પેઈનમાં ‘ધન્યવાદ મોદીજી’ એવા લખાણવાળા હોર્ડિગ્સનો પણ ઉપયોગ કરાશે.ગુજરાત જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘ઈલેક્શન કેમ્પેઈનના કેન્દ્રબિંદુ તરીકે વિકાસને જ દર્શાવવામાં આવશે અમે કોઈપણ પ્રકારના અપપ્રચારથી ગભરાઈશું નહીં.’આ અંગે વાત કરતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ’22 વર્ષના શાસન દરમિયાન ગુજરાતમાં કરાયેલ વિકાસના કામોને દર્શાવવા માટે ગુજરાત ગૌરવ યાત્રાની શરુઆત કરાશે. આ યાત્રાના એક ફેઝની જવાબદારી જીતુ વાઘાણી પોતે સંભાળશે જ્યારે બીજા ફેઝની જવાબદારી નીતિન પટેલ સંભાળશે.