Widgets Magazine
Widgets Magazine

મોદી ફરીવાર ગુજરાતમાં પધારશે, દેશભરના સાધુ સંતોની હાજરીમાં મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે

બુધવાર, 5 જુલાઈ 2017 (12:51 IST)

Widgets Magazine
narmada jayanti

 
નર્મદા ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ હવે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાતમાં પઘારીને કરશે. કેવડિયા ખાતે મોદીની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ શો યોજાશે. ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, દેશભરના સાધુ સંતોની હાજરીમાં મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે. આ પહેલા સમગ્ર રાજ્યમાં મા નર્મદા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અને 10 હજારથી વધુ ગામોમાં નર્મદા રથ ફરશે. જેનું સમાપન કેવડિયા ખાતે થશે જ્યાં નરેન્દ્ર મોદીની હાજરીમાં સમારોહ યોજાશે. હાલ રાજ્ય સરકાર દ્વારા આ આયોજન અંગે પીએમઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના સમયની અનુકૂળતા મુજબ કાર્યક્રમની તારીખ નક્કી થશે.

રાજ્ય સરકાર દ્વારા મા નર્મદા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી માટે ત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નર્મદા યાત્રા સબ કમિટી દૈનિક ધોરણે ગામડા તથા શહેરોમાં થતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપશે. મા નર્મદા મહોત્સવ માટે 80 જેટલા ખાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે. એક રથ 130 ગામોમાં ફરશે. જેનું તમામ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થશે. કુલ 10 હજાર જેટલા ગામોમાં રથ ફરશે. રથમાં નર્મદા યોજનાને લગતી ખાસ ફિલ્મ ચલાવાશે. જ્યારે આ મહોત્સવ માટે તૈયાર કરાયેલું નર્મદા ગીત પણ વગાડાશે. તમામ રથની એક પ્રકારની ડિઝાઇન રહેશે જેમાં કળશ અને ધજા પણ લગાવાશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જાહેરાત થતાં જ આનંદીબેન ચર્ચામાં આવ્યાં

થોડા સમય અગાઉ આનંદીબેનનું નામ રાજ્યપાલ બનાવવા માટે ચર્ચાએ ચડ્યું હતું. ત્યારે તેમણે હું ...

news

કોંગ્રેસના ઉમેદવાર બનવા ચાર પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકોટ, ભુજ અને વડોદરામાં આગામી ઓગસ્ટ મહિનાનાના બીજા કે ...

news

ખેડૂતોના દેવા માફીનું આંદોલન, અલ્પેશ ઠાકોરે રસ્તે દૂધ ઢોળીને GSTનો વિરોધ કર્યો, અમદાવાદમાં વેપારીઓની ઉઘાડી લૂંટ

દેશમાં GST લાગુ થઇ ગયા બાદ ચારે તરફ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બુધવારે ઠાકોર સમાજના ...

news

#Modiiniisrael - ઈસરાયેલમાં ફૂલનુ નામ પડ્યુ 'મોદી', નેતન્યાહૂએ હિન્દીમાં કર્યુ સ્વાગત

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના પ્રવાસે ઈઝરાઈલ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine