ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (15:05 IST)

નલિયા સેક્સ રેકેટ અંગે CM - ગૃહમંત્રી વચ્ચે બેઠક, દિલ્હી હાઇકમાન્ડે ગુજરાત પાસેથી રિપોર્ટ મંગાવ્યો

નલિયા સેક્સ રેકેટમાં ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકરોની સંડોવણી બહાર આતા દિલ્હીના ભાજપ હાઇકમાન્ડની પણ ચિંતા વધી ગઈ છે એવું જાણવા મળે છે કે સમગ્ર ઘટના અંગે હાઇકમાન્ડે ગુજરાત સરકાર પાસેથી સંપૂર્ણ અહેવાલ મંગાવ્યો છે જેને લઈને બુધવારે કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ સ્વર્ણિમ-૧માં મુખ્યમંત્રીની ઓફિસમાં જ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી વચ્ચે  મિટિંગ મળી હતી.

પીડિતાની પોલીસ ફરિયાદમાં જ ભાજપના નેતાઓ- અગ્રણીઓના નામ અપાયા હતા. રાજ્યભરમાં વિરોધ પક્ષોએ પણ આ ઘટના અંગે ભારે હોબાળો કરી મૂક્યો છે જેને કારણે કચ્છ પોલીસને તુરંત જ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી જેમાં ભાજપના જ કેટલાક આગેવાનોની ધરપકડ પણ થઈ ચૂકી છે, કેટલાકની હવે થશે.

મુખ્યમંત્રી વિજય રૃપાણી પોતે સમગ્ર પ્રકરણ પર સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મિટિંગમાં તેઓને કેસની છેલ્લામાં છેલ્લી માહિતી આપી હતી. ખરેખર કેટલાક ભાજપના આગેવાનોની સંડોવણી છે, કેટલા પકડાયા, કેટલા ભાગતા ફરે છે. હવે આગામી દિવસોમાં કોના પર શું કાર્યવાહી થશે વગેરે બાબતો મુખ્યમંત્રીને જણાવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ સમગ્ર કેસ અંગે રોજેરોજ માહિતી લઈ રહ્યા છે.