ડભોઈમાં નર્મદા મહોત્સવની પૂર્ણાહૂર્તિ કરવા મોદી ફરીવાર ગુજરાત પધારશે

શુક્રવાર, 14 જુલાઈ 2017 (17:28 IST)

Widgets Magazine
modi in modasa


ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાતો વધી રહી છે. તાજેતરમાં જ મોદીએ રાજકોટમાં સૌની યૌજનાનો પ્રારંભ કરીને આજી ડેમમાં આવેલા નીરને વધાવ્યાં હતાં. ત્યારે તેઓ હવે ફરીવાર ગુજરાતમાં પધારી રહ્યાં છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થતાં રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જેમાં 27 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી ગુજરાતભરમાં અલગ-અલગ કાર્યક્રમો સાથે ઉજવાશે. તેની પૂર્ણાહુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 12 ઓગસ્ટે ખાતે કરવામાં આવશે. અગાઉ નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નર્મદા યાત્રા યોજવાનું નક્કી થયું હતું પરંતુ હવે યાત્રાને બદલે ગુજરાતભરમાં મહોત્સવ કરવામાં આવશે.  ગુજરાતના નર્મદા યોજનાનું કામ વર્ષોથી ચાલી રહ્યું હતું જેમાં અનેક અડચળો અને વિવાદ બાદ ડેમના દરવાજાની કામગીરી અટકી પડી હતી. પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં નર્મદાના દરવાજાની કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી હતી. પરિણામે ગુજરાત સરકારે પણ દરવાજાની કામગીરી પૂર્ણ કરવા માટે ઝડપ કરી હતી.  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર લગાવવામાં આવેલાં 30 દરવાજાને બંધ કરવાની મંજૂરી મળતાં 17મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીચ પાડી દરવાજા બંધ કર્યા હતા. હાલ ડેમમાં સંગ્રહ થયેલાં પાણીથી 3 કરોડ લોકોને લાભ મળે છે પરંતુ હવે ડેમની સંગ્રહ ક્ષમતામાં 3.75 ટકાનો વધારો થયો છે. આ સાથે જ 1961માં ડેમના ખાતમૂહુર્તના 56 વર્ષ પછી ઐતિહાસિક ડેમની કામગીરી પૂર્ણ થઈ છે. ચોમાસા અગાઉ ડેમના દરવાજા બંધ થઈ શકતા હવે નર્મદાનું પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Fashion Editના સ્થાપક અદિતી પારેખ અને એશિની પટેલે પ્રથમ લક્લ ક્યુરેશન - ફેશન એડીટ અંગે ચર્ચા કરી

ફેશન સામાજિક, આર્થિક, રાજકીય અને કલ્ચરલ પરિવર્તનોનું પ્રતિબિંબ છે. તે આધુનિકતા, સમયાનુસાર ...

news

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, Gira Dhodh પ્રવાસીઓ માટે બંધ કરાયો

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આગાહી મુજબ અગામી 24 થી 48 કલાક દરમિયાન ઉત્તર ...

news

મોરબીના સિરામીક ઉદ્યોગમાંChina Tileના વેચાણ પર બ્રેક લાગશે

ગુજરાત હાઈકોર્ટે ગુરૂવારે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીને રાહત પહોંચાડે તેવો ચુકાદો આપ્યો ...

news

Junagaમાં અજબ પ્રેમ કી ગજબ કહાની, યુવકે કિન્નર સાથે લગ્ન કર્યાં

જૂનાગઢમાં આંઘળા પ્રેમની કહાણી જોવા મળી. એક સાધારણ કુટુંબના યુવકને કિન્નર સાથે પ્રેમ થયો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine