નવસારી ખાતે ભાજપ પર પ્રહાર કરતાં પૂર્વ વિપક્ષના નેતા નરેશભાઈ રાવલ

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (14:21 IST)

Widgets Magazine

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્યપક્ષો પ્રચાર અર્થે લોકોની વચ્ચે જઈ રહ્યાં છે. ભાજપની નર્મદા યાત્રા અને ગૌરવયાત્રાનો ફિયાસ્કો થયા બાદ હવે લોકોને કેવી રીતે મનાવવા એના નવા ઉપાયો શોધાઈ રહ્યાં છે. ત્યારે નવસારી ખાતે યોજાયેલા કોંગ્રેસના એક સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા નરેશભાઈ રાવલે ભાજપ પર પ્રહારો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ગત ચૂંટણીમાં કોંગ્રેસને 61 સીટો મળી હતી અને ગુજરાતના 40 ટકા મત મળ્યાં હતાં. જ્યારે ભાજપને 46 ટકા મત મળ્યાં હતાં. હવે માત્ર 6 ટકાનો ફેર છે. આપણે આ 6 ટકા મેળવવાની મહેનત કરવાની છે. ભાજપની સરકારે છેલ્લા 22 વર્ષથી રાજ કર્યું છે. જે નવી જનરેશન છે એને કોંગ્રેસની સરકાર કેવી રીતે ચાલતી હતી તેની સમજણ નથી કારણ કે તેને કોંગ્રેસની સરકાર જોઈ જ નથી, હવે આ જનરેશને પણ મન બનાવી લીધું છે કે આ છેતરપિંડી વાળી સરકારને જાકારો આપી કોંગ્રેસની સરકારને મત આપવો. વેપારીઓ, વિદ્યાર્થીઓ, પ્રજાજનો તમામે તમામ લોકો આ ભાજપની સરકારથી ત્રાસી ગયાં છે. ત્યારે 15 કરોડમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદનારી ભાજપની સરકારને હવે જાકારો આપવાનો છે.see video-https://www.facebook.com/NavsariDistrictCongressITCell/videos/539636479708745/Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નરેશભાઈ રાવલ નવસારી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Navsari News Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Live Gujarati News Navsari News Of Nareshbhai Rawal

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડનગર મોદીના સ્વાગત માટે તૈયાર છે, વડનગરમાં રોડ શો

વડનગર મોદીના સ્વાગત માટે તૈયાર છે.

news

ગુજરાતમાં રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બે મહિનામાં પાંચમી વખત ફાટ્યો

વડોદરા શહેરમાં આવેલા સમામ તળાવ કિનારે રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ગત 14મી ઓગષ્ટના ...

news

પીએમના ગુજરાત પ્રવાસ ટાણે જ અમદાવાદમાં દેશી બોમ્બ મળતાં પોલીસ દોડતી થઈ

એક તરફ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે અને બીજી તરફ અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની તંબુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine