શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (12:32 IST)

શાકભાજી સસ્તા પણ ઉંઘીયાનો ભાવ તેના કરતાં ત્રણ ગણો વધારે

ઉત્તરાયણ પર્વેની ઉજવણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરસાણની દુકાનોમાં ઊંધિયા અને જલેબીના કોમ્બો પેકના ભાવના લિસ્ટ લાગી ગયા છે. પતંગરસિયાઓનું મનપસંદ ઊંધિયું બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં શાકભાજી પ્રમાણમાં ઘણાં સસ્તાં છે, છતાં  ભાવ તેનાથી ત્રણ ગણો એટલે કે રૂ. ૪૦૦થી ૬૦૦ પ્રતિકિલોએ વેચાણ થઈ રહ્યું હોવા છતાં શહેરીજનો હોંશે હોંશે હજારો કિલો ઊંધિયું તથા જલેબી ઝાપટશે. શાકભાજી સસ્તાં હોવાના કારણે ઊંધિયું પ્રમાણમાં સસ્તું મળવું જોઈએ, તેના બદલે રૂ. ૪૦૦ના ભાવે મળી રહ્યું છે. જલેબીના ભાવમાં પણ ભારે વધારો થયો છે.
ઊંધિયાના સ્વાદના રસિયાઓ પતંગબાજી સાથે સપરિવાર ખાણી-પીણીની મન મૂકીને મોજ માણશે. ઉત્તરાયણ પર્વ પર પતંગબાજીના પેચ લડાવવાની સાથે-સાથે ઊંધિયા તથા જલેબીની માગ વધુ હોય છે. ચાલુ વર્ષે લીલાં શાકભાજીના ભાવ પ્રમાણમાં ઘણા ઓછા છે, છતાં ઊંધિયાના ભાવમાં ગત વર્ષની તુલનાએ કોઈ ઘટાડો થયો નથી. જલેબીના ભાવમાં ૧૦ થી ર૦ ટકાનો વધારો થતાં સ્વાદ ર‌િસકો માટે કડવો બનશે.
તેમ છતાં અમદાવાદીઓ મોંઘવારીને એક બાજુએ મૂકીને ઊંધિયું-જલેબી ઝાપટશે. સ્વાદર‌િસયાઓ ઊં‌િધયા-જલેબી સાથે શેરડી, બોર, જમરૂખ અને તલસાંકળીનો સ્વાદ પણ માણશે. પતંગનો પેચ લગાવવાની સાથે-સાથે ઉં‌િધયા-જલેબીની જયાફત મન મૂકીને માણવાનો ક્રેઝ છેલ્લાં કેટલાંક વર્ષથી વધી રહ્યો છે.
ઉત્તરાયણના દિવસ દરમિયાન ઊભી થતી માગને પહોંચી વળવા ફરસાણની દુકાનના વેપારીઓથી માંડીને કેટરિંગ સર્વિસવાળા સહિત સિઝનલ ધંધો કરનાર લોકો એક-બે દિવસ પૂર્વે જ તેનું આયોજન કરી લેતા હોય છે. બટાકા, શક્ક‌િરયાં, વટાણા, સુરતી પાપડી, રતાળું, તુવેર, વાલોર, રીંગણ, ગાજર સહિત અન્ય શાકભાજી પૂરતા પ્રમાણમાં મિક્સ કરી ઊંધિયું તૈયાર કરવામાં આવે છે.
આ તમામ શાકભાજીના ભાવ હાલમાં રૂ.ર૦ થી ૬૦ સુધીના છે. ઉત્તરાયણના દિવસે એક બાજુ પતંગ અને દોરામાં તોતિંગ ભાવવધારો થયો છે. આ ઉત્તરાયણમાં આ વખતે ચીકી, તલના લાડુ, જામફળ, શેરડી, બોર વગેરે ચીજવસ્તુઓના સતત ભાવ વધતા રહ્યા હતા, જે જામફળ રૂટિન દિવસોમાં ૬૦ રૂપિયે કિલો વેચાતાં હતાં.