Widgets Magazine
Widgets Magazine

ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૃ, દાવેદારો સાથે બેઠક યોજાશે

સોમવાર, 20 માર્ચ 2017 (13:16 IST)

Widgets Magazine
congress

યુપીના પરિણામો બાદ ગુજરાતમાં ગમે તે ઘડીએ વિધાનસભાની ચૂંટણી આવી પડે તેમ છે તેવી રાજકીય ગલિયારીમાં વાતો વહેતી થઇ છે ત્યારે કોંગ્રેસે મૂરતિયા શોધવા ધમધમાટ શરૃ કર્યો છે. સોમવારે ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં કોંગ્રેસ વતી વિધાનસભાની ટિકીટ મેળવવા ઇચ્છુક દાવેદારોની એક બેઠક બોલાવાઇ છે. દર વખતની જેમ આ વખતે પણ ટિકિટ મેળવવા અંદરોઅંદરની ખેંચતાણ ન થાય તે માટે કોંગ્રેસે આ દાવેદારોને સારા ઉમેદવારની શોધ માટ એક પ્રયાસ કર્યો છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મેદાને ઉતરવા કોંગ્રેસના ૧૫૪૦ દાવેદારોને બુથયાદી સાથે દાવેદારી નોંધાવી છે. ૧૮૨ બેઠકો માટે કોંગ્રેસે ભાજપ સામે લડી શકે તેવા મજબૂત ઉમેદવારો શોધવાની પ્રક્રિયા શરૃ કરી છે ત્યારે સોમવારે ગુજરાત યુનિવર્સિટી હોલમાં પ્રદેશ પ્રભારી ગુરૃદાસ કામત સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતીમાં દાવેદારો સાથે વાતચીત કરાશે સાથે સાથે અંદરોઅંદરની ખેંચતાણને બદલે એકસંપ થઇને ચૂંટણી જીતવા અપીલ કરાશે. ટિકીટની વહેંચણીના અસંતોષનો ભાજપ રાજકીય લાભ ઉઠાવવા ઉત્સુક છે ત્યારે કોંગ્રેસ પણ અગમચેતીના ભાગરૃપે દાવેદારોને જ સમજાવવા પ્રયાસો કર્યાં છે . યુપીના પરિણામો બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હતાશા ન વ્યાપે તે દિશામાં પણ કોંગ્રેસે તૈયારીઓ કરી છે. નવાજોમ-ઉત્સાહ સાથે ભાજપ સરકાર સામે પ્રજાલક્ષી પ્રશ્નો સાથે આંદોલન-વિરોધ પ્રદર્શન કરવા નક્કી કરાયું છે. ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટને વધુ મજબૂત કરવા આયોજન ઘડાયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપમાં સ્વચ્છ છબી ધરાવતાં નવયુવાઓને તક અપાશે

યુપીના પરિણામો બાદ ગુજરાત ભાજપ અતિઉત્સાહિત બન્યું છે. અત્યાર સુધી પ્રજાઆક્રોશનો સામનો કરી ...

news

દુષ્કાળ રહિત સુખપર ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે 25,000 લિટર સુધીના ટાંકા

આજના યુગનો ઉનાળો પાણી માટે વલખા મારતી પ્રજાને બાળી રહ્યો છે ત્યારે પાણી માટે સરકાર અને ...

news

એક્શનમાં યોગી, પહેલા જ દિવસે યૂપીના CM આદિત્યનાથે કર્યા આ 5 મોટા એલાન

યોગી આદિત્યનાથે રવિવારે ઉત્તર પ્રદેશના 21માં મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા આ સાથે જ ...

news

CM બન્યા પછી ગૂગલમાં યોગી વિશે સર્ચ કરવામાં આવી સૌથી વધુ આ વાત

યૂપીએ સીએમનાના રૂપમાં યોગી આદિત્યનાથે શપથ લીધી છે. યોગી યૂપીના 21માં સીએમ બન્યા છે. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine