શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2017 (10:05 IST)

કૃત્રિમ રીતે પકવેલા ફળો મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરાઈ

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે હદે કૃત્રિમ રીતે ફળો પકવીને રસ તૈયાર કરવામાં આવે છે. જાહેર સ્વાસ્થ્યના હિતમાં ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં એક સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અખાદ્ય પદાર્થથી કેરી સહિત પકાવામાં આવતા ફળો મામલે અરજી દાખલ કરાયી છે.

હાઇકોર્ટે આ મામલે ગંભીર નોંધ લઇ રાજય સરકાર અને તમામ મનપાને પક્ષકાર બનાવ્યા છે. હાઇકોર્ટે અખાદ્ય પદાર્થી કેરી સહિતના ફળો પકાવનારા વેપારીઓ સામે લાંલ આંખ કરતા રાજયની તમામ મનપાને તપાસના આદેશ આપ્યા છે. હાઇકોર્ટે મનપાને આ મામલે સ્પાઇઝ ચેકિંગ કરી પગલા લેવા અને વેપારીઓ પાસે થી બાંયધરી લેવા કહ્યું છે. અને છતાં પણ તેના પર રોક ન લાગે તો તેવા વેપારીઓની દુકાનો સીલ કરવા આદેશ કર્યો છે.

છેલ્લા કેટલાય સમયથી ફળોના વેપારીઓ વધુ નફાની લાલચમાં કેરી સહિતના ફળો અને અખાદ્ય પદાર્થોથી પકવીને વેચાણ કરે છે. આવા ફળોથી લોકોના આરોગ્યની નુકસાન કરતા હોવાથી આજે હાઇકોર્ટે આ મામલે સુઓ મોટો દાખલ કરી રાજય સરકાર સહિત તમામ મનપાને તપાસ કરી જવાબદાર વેપારીઓ સામે પગલા લેવા આદેશ કર્યો છે.

દરમિયાન ગુરુવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેરીના વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. વેપારીઓના માલ પર દરોડા પાડવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ કાર્બાઈડ઼ના ઉપયોદ દ્વારા કેરી પકવવામાં આવતી હોવાનું માલુમ પડતા કેરીનો મોટે પાયે નાશ કરવામાં આવ્યો છે. કેટલીક દુકાનોને સીલ કરવામાં આવ્યો છે. હેલ્થ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચીકુ, સફરજન, કેરી જેવા ફળોને કાર્બાઈડ દ્વારા પકવવામાં આવતા હતા. જે અંગે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવતા અત્યાર સુધીમાં બે દુકાનોને સીલ કરવામાં આવી છે.