Widgets Magazine
Widgets Magazine

ગાંધીજી રાજકોટની જે શાળામાં ભણતાં હતાં ત્યાં બનાવાશે મ્યુઝિયમ

ગુરુવાર, 4 મે 2017 (14:45 IST)

Widgets Magazine

gandhi vidyalay

રાજકોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે શાળામાં ભણતા હતાં ત્યાં ગુજરાત સરકારે બનાવવાનો આદેશ આપ્યો છે. શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓને એલસી પણ આપી દેવામાં આવ્યાં છે. આ સ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા કોર્પોરેશન દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી. ત્યારે બજેટમાં તેના માટે રૂ. 10 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ છે.

આ શાળાની સ્થાપના 1868માં કરવામાં આવી હતી. ત્યારે હાઈસ્કૂલ તરીકે ઓળખાતી. વર્ષ 1907માં તેનું નામકરણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે કરાયું. અત્યારે જે બિલ્ડિંગ છે તેનું બાંધકામ જૂનાગઢના બાબી વંશના નવાબે કરી આપ્યું હતું. રાષ્ટ્રની સ્વતંત્રતાના શ્રેયી ગાંધીજીની સ્મૃતિમાં આ શાળાનું નામકરણ મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે.
જો કે આ વિરાટ વારસાની જાળવણી કરવામાં શિક્ષણાધિકારી કચેરી સહિતના સરકારી તંત્રો નિષ્ફળ નિવડયા છે. આ સ્કૂલને મ્યુઝિયમમાં ફેરવવાની યોજના થોડા વખત પહેલા મુકાઈ હતી. જેના ભાગ રુપે શાળામાંથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ શિક્ષણ વ્યવસ્થાને અન્યત્રે ખસેડવામાં આવી હતી. ગાંધી સ્કૃતિઓ સાથે જોડાયેલા પોરબંદરના કીર્તિ મંદિરની માફક મોહનદાસ ગાંધી હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે. કોર્પોરેશનની યોજનાને સરકારે આર્થિક સહાય કરી આપતા આ કામગીરી વહેલી તકે શરુ થશે. મઈટીપલ સ્ક્રીન, ગ્રાફિકસ્, સર્કયુલર વિડીયો જેવા ઉપકરણો વડે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વલસાડ જિલ્લામાં કેરીનું મબલખ ઉત્પાદન પરંતુ ખેડૂતોને કોઈ લાભ નહીં

વલસાડ જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં આંબાની કલમનું વાવેતર લાખોમાં થયું છે. એક ઝાડ પરથી માત્ર ...

news

આણંદમાં રોડ પર પાકિસ્તાનનો વિશાળ ધ્વજ દોર્યો, લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ

પાકિસ્તાને તેના સૈનિકોનો મોતનો બદલો લેવા ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો જેમાં ...

news

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનશે લંડન અને શિકાગો જેવી બિલ્ડિગો.આજે પ્લોટના ટેન્ડર બહાર પડશે

ગુજરાત સરકાર તેની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની મારફત સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નિયત ...

news

તો... ગુજરાતમાં ભાજપને આ વિધાનસભામાં 167 બેઠકો મળી શકે છે.

ગુજરાતના એક અગ્રણી અખબાર દ્વારા કરવામાં આવેલા સરવેમાં ભાજપને 182 બેઠકોમાંથી 167 બેઠકો પર ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine