Widgets Magazine

લ્યો બોલો! ગુજરાતના આ ગામમાં ચુડેલમાતા પૂરી કરે છે ભક્તોની મનોકામના

સોમવાર, 8 મે 2017 (12:56 IST)

Widgets Magazine
chudel gujarat


અમદાવાદથી 50 કીમી દૂર આવેલા લીંબાસી ગામમાં  એક મંદિર છે જ્યાં ચુડેલની માનતા રાખવામાં આવે છે અને આ જગ્યા પર મોટા પ્રમાણમાં લોકો પોતાની ફરિયાદો અને ઈચ્છો સંતોષાય તે માટે જાય છે. ખાસ કરીને મંગળવાર તથા રવિવારના દિવસે અહીં ભક્તો ધસારો મોટા પ્રમાણમાં રહે છે.  અહીં આશરે 10 હજારથી વધારે સાડીઓ લટકેલી જોવા મળે છે.અહીં લોકો સંતાનપ્રાપ્તિ તથા લગ્ન વિષયક માનતાઓ લઈને આવતા હોય છે. . આ સ્થળ છેલ્લા 5-6 વર્ષમાં જ અસ્તિત્વમાં આવ્યું છે અને 2 વર્ષથી લોકોમાં તેનો મહિમા ખૂબ વધી રહ્યો છે.
chudel gujarat

અહીં આજુબાજુના ગામના હજારો શ્રદ્ધાળુંઓ પોતાની માનતાઓ લઈને આવતા હોય છે.મંદિરના નામે અહીં એક નાનકડી દેરી જ છે પરંતુ રોડ પરથી પસાર થતી વખતે વૃક્ષો પર બાંધેલી હરોળબંધ સાડીઓ તમને આ સ્થળનું સરનામું જાતે જ આપી દે છે અને લોકોમાં તેનો કેટલો વ્યાપ છે તેનો પણ તમને અંદાજો આવી જ જાય છે.માનતા પૂરી થયા બાદ દરેક શ્રદ્ધાળુ અહીં ચૂડેલમાતાને સાડી-ચુંદડી ભેટ ચડાવે છે. આજે અહીં સાડી-ચુંદડીઓનું પ્રમાણ એટલું વધી ગયું છે કે, મંદિરની આજુબાજુ 1 કિમી સુધીના ગાળામાં આવેલા બધા વૃક્ષો પર સાડી-ચુંદડીઓ જોવા મળે છે. અહીં આશરે 10 હાજરથી પણ વધુ સાડીઓ બાંધેલી જોવા મળે છે.ભક્તિ અને શ્રદ્ધાને એકબાજુએ રાખીએ તો પણ આ સ્થળ ત્યાંથી પસાર થતા લોકો માટે ધ્યાનાકર્ષક બની ગયું છે. રોડને અડીને જ આવેલી આ દેરીની આજુબાજુ ચુંદડી-સાડીઓ લટકેલી જોઈને ઘણા લોકો અહીં તસવીરો ખેંચવા તથા થોડીવાર તેને જોવા માટે થોભી જતા હોય છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સાવધાન પાકિસ્તાન ! બર્બરતાનો બદલો લઈ રહી છે ભારતીય સેના, પાક. સેનાની ચોકીઓ ઉડાવી

પુંછના કૃષ્ણા ઘાટીમાં ભારતના બે જવાનોની હત્યા અને તેમના શબ સાથે બર્બરતાનો ભારતીય સેના ...

news

ભ્રષ્ટાચારમાં ફંસાયેલા કેજરીવાલ. LGના આદેશ પર ACB કરશે તપાસ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવનારા પૂર્વ ...

news

કપિલ મિશ્રાનો અરવિંદ કેજરીવાલ પર લગાવ્યું સીધું આરોપ, બોલ્યા- સત્યેંદ્ર જૈને આપ્યા બે કરોડ

આમ આદમી પાર્ટી સરકારમાં કેબેનિટે મંત્રી કપિલ મિશ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા ...

news

કપિલ મિશ્રા કેજરીવાલે મંત્રીપદેથી હટાવ્યાં,આજે કરશે મોટા ખુલાસા, AAPની વધશે મુશ્કેલી!

દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલે કપિલ મિશ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા ...