ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 મે 2017 (15:45 IST)

૪૦ ફૂટ લાંબાં- 1 ફૂટ પહોળા વનસ્પતિના રસથી હસ્તલિખિત જન્માક્ષર લખતાં સાત વર્ષ થયાં

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એ વ્યક્તિની જન્મતારીખ, જન્મ સ્થળ અને સમય પરથી તેના જન્મ સમયના ગ્રહો કેવા છે અને તે વ્યક્તિનું જીવન કેવું હશે તે વિશેની માહિતી તેના જન્માક્ષર પરથી મેળવી શકાય છે તેવી વર્ષોથી માન્યતા રહેલી છે ત્યારે ઉત્તરગુજરાતના અરવલ્લી જીલ્લામાં એક સોની પરિવારને ત્યાં ૪૦ ફૂટ લાંબી અને એક ફૂટ પહોળી વનસ્પતિના રસથી હસ્તલિખિત દુર્લભ જન્મપત્રિકાએ ભારે કૌતુક સર્જ્યું છે.

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે રહેતા હરિકિશન ભાઈ સોનીને ત્યાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ક્યાંય નહિ હોય એવી દુર્લભ ૧૦૦ વર્ષ જુની જન્મપત્રિકા એક વિરાસત તરીકે સંગ્રહેલી મળી આવી છે. સામાન્ય રીતે જન્મ પાત્રિકા પુસ્તક આકારની ત્રણ કે ચાર પાનાની હોયછે પરંતુ આ દુર્લભ જન્મ પત્રિકા એક ફૂટ લાંબી અને ૪૦ ફૂટ પહોળી છે. વિશેષ રીતે આ જન્મ પત્રિકા હસ્ત લિખિત અને એ લખવા માટે ચારથી પાંચ વનસ્પતિના રસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વણીયાદ ગામના શિવશંકર ત્રિવેદી નામના શાસ્ત્રીને આ જન્મ પત્રિકા લખતા સાડા સાત વર્ષ લાગ્યા હોવાનું સોની પરિવારે જણાવ્યું છે.


શિવશંકર શાસ્ત્રીના પુત્ર હરિકિશન સોનીના જણાવ્યાં પ્રમાણે, ખાસ કરીને હાલ જો જન્મપત્રિકા જ્યોતિષી પાસે બનાવડાવીએ તો ત્રણ કે ચાર પાનાની બનાવતા હોય છે અને તેનું મુલ્ય પણ ત્રણથી પાંચ હજાર જેટલું લેતા હોય છે ત્યારે ૧૯૨૮માં જન્મેલા અમૃતભાઈ સોનીના જન્મ પત્રિકાના તેમના પિતા ફતેચંદ ભાઈ એ માત્ર સવા રૂપિયામાં બનાવડાવી છે કે જેને બનતા સાડા સાત વર્ષ લાગ્યા હતા. ઘરની પુત્રવધુ સીમાબેન સોનીના કહેવા પ્રમાણે, આ અમુલ્ય જન્મપત્રિકામાં લખેલ ફળાદેશ અનુસાર જે જે લખ્યું છે તે પ્રમાણે જ આ સોની પરિવારમાં બન્યું છે અને તેમના પરિવારના મોભીના જીવનમાં બનેલી જન્મપત્રિકા મુજબની સચોટ ઘટનાના પ્રમાણ સાથે આવી દુર્લભ જન્મપત્રિકાને એક વડીલોના વારસા તરીકે મળી હોવાનો અને હાલ પણ આ જન્મપત્રિકા સલામત રીતે જાળવી રાખવા નું પુત્રવધુ તરીકે ગૌરવ અનુભવાય છે.