ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 મે 2017 (12:56 IST)

કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે 1510 દીકરીઓને 'સુકન્યા બોન્ડ' અર્પણ કરાયાં

સમાજમાં કન્યા જન્મ અને તેની કેળવણીને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી સમસ્ત પાટીદાર સમાજ-સુરતના ઉપક્રમે અમદાવાદ ખાતે 'બેટી બચાવો મહિલા ગૌરવ મંચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૧૫, ૨૦૧૬માં જન્મેલી ગુજરાતની  પાટીદાર દિકરીઓને  રૃ. ૨૦૦ કરોડના સુકન્યા બોન્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ કેમ્પસ ખાતે યોજાયેલા 'બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ સમારોહ'માં ૧૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદના લાભાર્થીઓને બોન્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, લવજીભાઇ બાદશાહ દ્વારા બે વર્ષ અગાઉ રૃ. ૨૦૦ કરોડના બાદશાહ સુકન્યા બોન્ડની યોજના જાહેર કરાઇ હતી. આ યોજના અંતર્ગત ગુજરાતના પાટીદાર સમાજના પરિવારમાં ૨૦૧૫, ૨૦૧૬માં બીજી પુત્રી જન્મે તેમને નેશનાલાઇઝ બેંકમાં દર વર્ષે જરૃરી રકમ કરાવાશે. આમ, પુત્રી ૨૧ વર્ષની થાય ત્યારે તેને રૃ. ૨ લાખ મળે અને જેનો ઉપયોગ તેના ઉચ્ચ અભ્યાસમાં થઇ શકે.  આ યોજના ફક્ત પાટીદાર કન્યાઓ પૂરતી જ શા માટે સિમિત છે તેના પ્રતિઉત્તરમાં  લવજીભાઇ બાદશાહે જણાવ્યું હતું કે 'કોઇપણ શરૃઆત પોતાના ઘર કે સમાજથી થાય તો તે ધીરે-ધીરે સમગ્ર રાષ્ટ્રમાં ક્રાંતિના પવનની જેમ વિસ્તરવા લાગે છે. પાટીદાર સમાજમાં ૧૦ વર્ષમાં છોકરાઓની સામે છોકરીઓની વસતિ ઘટવા લાગી છે. કન્યા કેળવણી અને કન્યા જન્મને પ્રોત્સાહન મળે તે આશયથી આ યોજના અમે શરૃ કરી છે.