ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (12:09 IST)

પરિણામની ચિંતામાં નદીમાં ઝંપલાવ્યું, આખરે 71% ટકા મેળવ્યાં પણ જીવના બચ્યો

ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર આજે 10મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાએ મેદાન મારીને 79 ટકાથી સૌથી વઘુ પરિણામ મેળવ્યું છે. પરિણામ જાહેર થયાં બાદ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એક વિદ્યાર્થીની વાત કરતાં આંખમાં આંસુંની ધારા થવા લાગે એવો બનાવ પણ પ્રકાશમાં આવ્યો છે.  એક વિદ્યાર્થીએ પરિણામની ચિંતામાં અંબિકા નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. આજે પરિણામ ચકાસતા આ સ્ટુડન્ટનું પરિણામ 71% આવ્યું હતું.

પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. સ્કૂલમાં પણ આ વાતની જાણ થતાં પ્રીન્સિપાલ સહિત શિક્ષકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં.  વિદ્યાર્થી કૃણાલ જીતેશભાઈ મિસ્ત્રીએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આજે જાહેર થયું હતું. કૃણાલ મિસ્ત્રીને પરિણામનું ટેન્શન હતું. કૃણાલને એવું હતું કે હું નપાસ થઈશ, આના જ ટેન્શનમાં તેણે આજે સવારે અંબિકા નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. કૃણાલના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. કોઈએ નદીમાં ઝંપલાવ્યાની વાતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને સ્ટુડન્ટને નદીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે તેની બચાવી શકાયો ન હતો. જ્યારે નવસારી ફાયર બ્રિગેડે વિદ્યાર્થીનો મૃતદેહ અંબિકા નદીમાંથી બહાર કાઢ્યો હતો.