ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, ગુજકોમાસોલનો ગઢ ભાજપનો થયો

મંગળવાર, 18 જુલાઈ 2017 (13:31 IST)

Widgets Magazine


સ્ટેટ કો.ઓપ. માર્કેટીંગ ફેડરેશન ગુજકોમાસોલના સુકાનીઓની યોજાયેલ ચૂંટણી માં ભાજપમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમાર સત્તાવાર રીતે બીનહરીફ ચૂંટાઇ આવ્યા છે. સંઘાણીને ચેરમેન બનતા રોકવા રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન વિઠ્ઠલભાઇ રાદડીયાએ ખુબ પ્રયાસ કરી લીધાનું જાણવા મળે છે. 

પાર્ટીના આદેશ મુજબ તેમણે સંઘાણીને સ્વીકારેલ પરંતુ ચૂંટણી પ્રક્રિયા માટે બોર્ડ બેઠક શરૂ થતા તેઓ મીનીટસ બુકમાં સહી કરી તુર્ત સ્થળ છોડી જતા રહ્યા હતા.   વિઠ્ઠલભાઇ પોતે ગુજકોમાસોલમાં ચેરમેન બનવા માટે પ્રબળ દાવેદાર હતા. પાર્ટીની ઇચ્છા સંઘાણી માટે હતી. બહુમતી ડિરેકટર પણ સંઘાણીને ઇચ્છતા હતા. રાદડિયા રાજકોટ જિલ્લામાંથી ગુજકોમાસોલમાં ડિરેકટર તરીકે ચૂંટાયા છે. જયારે સંઘાણી રાજય સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે ગુજકોમાસોલમાં ગયા છે. મધરાત સુધી જોરશોર હિલચાલ બાદ આખરે સંઘાણી માટે રાદડિયાની કથિત સહમતી બની હતી. સંઘાણીને ચેરમેન બનવામાં કોઇ અડચણ ન આવે તે માટે કાયદાના નિષ્ણાંતોને કામે લગાડવામાં આવ્યા હતા.  સંઘાણી અને રાદડિયા બંને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ છે. સહકારી ક્ષેત્રે બંને મોટુ નામ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોના કારણે કોના વાંકે શહિદોના ૩.૧૮ લાખ રૂપિયા પસ્તી બની ગયા ?

ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવેલ શહીદ જવાનો માટેના ફંડની ૩૦૦૦ જેટલી દાન પેટીઓમાં ...

news

Metro Rail Project શરૂ થયા બાદ અમદાવાદમાં બનશે ચાર ચાર સ્કાય વોક

આશ્રમ રોડ પર મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થયા બાદ આ રોડ પર સ્કાય વૉક કરતા લોકો જોવા મળશે. ...

news

Rain in Navsari Photo- ગુજરાતમાં ફરી વરસાદની તોફાની બેટિંગ. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારો ધમરોળ્યા

હવામાન વિભાગે 17 જૂલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં સોમવારે રાતથી ...

news

Vice President બનવા જઈ રહેલા વેંકૈયા નાયડુ જાણો કેમ મોદીની વિશેષ પસંદગી છે

ભાજપા ઉપરાષ્ટ્રપતિ પદ માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુના નામ પર અંતિમ મોહર લાગી ગઈ છે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine