શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2017 (13:39 IST)

ઉદ્યોગોને GST લાગુ થતાં આર્થિક રાહતો બંધ કરાઈ - નીતિન પટેલ

સોમવારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એવી જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન માટે આપવામાં આવતી આર્થિક રાહતો GST લાગુ થતાં બંધ કરી દેવામાં આવી છે, જેને પગલે ઉદ્યોગ નીતિ અંતર્ગત અપાતાં લાભો થયા બંધ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગો ઉપરાંત સરકારી કામો રાખતા કોન્ટ્રાક્ટરોને પણ GSTને પગલે કોઈ રાહત આપવામાં આવશે નહિં તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

નીતિન પટેલે કહ્યું હતું કે ટેક્સમાં થયેલો વધારો મજરે આપવાની કોઈ જોગવાઈ નથી. સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરમાં પણ આવી કોઈ જોગવાઈ નથી. જેને પગલે GSTથી થતો ટેક્સ ભાર કોન્ટ્રાકટરોએ જાતે જ વેઠવો પડશે.  એસોસિએશનના વડાએ રજૂઆત કરતા કહ્યું હતું કે જીએસટીને પગલે નાણાકિય બોજો વધ્યો છે. જેથી જીએસટીનો અમલ ન કરવા અમે માંગણી કરી હતી. ટેક્સમાં વધારો થતાં GSTનો અમલ નહીં કરવા કરેલી માંગણીને દોહરાવી હતી. જેને પગલે નીતિન પટેલે તેમની માંગણીને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.  કોન્ટ્રાક્ટરોને GSTના કારણે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.  GST મુદ્દે ન્યાય નહીં મળે તો યોજના અટકાવવાની રજૂઆત કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર પુરવઠા બોર્ડના પ્રમુખ અનિલ પ્રજાપતિને પણ રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન સોમવારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પાસે પ્રશ્નો રજૂ કરવામાં આવતાં તેમણે GST કાઉન્સિલમાં રજૂઆત માટે હૈયાધારણ આપી હતી.