મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા

મંગળવાર, 18 જુલાઈ 2017 (17:07 IST)

Widgets Magazine
rain effect


 ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે રાજકોટમાં પણ મેઘરાજાએ ભારે પધરામણી કરી હોવાથી રોડનું ધનોતપનોત નિકળી ગયું છે. ત્યારે શહેરના ગોંડલ રોડ પર આવેલો પહેલેથી જ વિવાદિત રહ્યો છે. શહેરમાં  નવા બ્રીજમાં કૌભાંડ થયું હોય તેવા દ્રશ્યો પ્રજા સામે આવ્યા છે. 2010માં તત્કાલિકન સીએમ હાલના PM નરેન્દ્ર મોદીના હસ્તે  આ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આજે મસમોટું ગાબડું પડતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે.

આ ગાબડું પડતા તેમાંથી સળિયા બહાર આવી ગયા છે.  જે તે કંપનીએ 46 કરોડનાં ખર્ચે 1.5  કિમીની લંબાઈ ધરાવતો અને 12 મીટર પહોળાઈ ધરાવતો આ બ્રીજ મવડી ગોંડલ રોડના ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બનાવ્યો હતો. ત્યારે 7 વર્ષના ટૂંકા ગાળામાં જ આ બ્રીજમાં ગાબડાં પડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. જે-તે સમયે શાસક ભાજપે મોટી-મોટી વાતો કરી હતી કે 50 વર્ષ સુધી આ બ્રીજને કશું જ નહીં થાય. હાલ આ પુલ પરથી ટ્રક, એસટી, સીટી બસ અને રોજના હજારો વાહનો પસાર થાય છે. આ તમામની સલામતી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

એઈમ્સની સ્થાપનામાં ભારત સરકારે ગુજરાતને અન્યાય કર્યો

કેન્દ્ર તરફથી ગુજરાતને વધુ એક અન્યાય થઈ રહ્યો છે. જાહેરાતના બે-અઢી વર્ષ પછી ગુજરાત સરકાર ...

news

ઉદ્યોગોને GST લાગુ થતાં આર્થિક રાહતો બંધ કરાઈ - નીતિન પટેલ

સોમવારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એવી જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર દ્વારા ...

news

ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, ગુજકોમાસોલનો ગઢ ભાજપનો થયો

ગુજરાત સ્ટેટ કો.ઓપ. માર્કેટીંગ ફેડરેશન ગુજકોમાસોલના સુકાનીઓની યોજાયેલ ચૂંટણી માં ભાજપમાં ...

news

કોના કારણે કોના વાંકે શહિદોના ૩.૧૮ લાખ રૂપિયા પસ્તી બની ગયા ?

ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવેલ શહીદ જવાનો માટેના ફંડની ૩૦૦૦ જેટલી દાન પેટીઓમાં ...

Widgets Magazine