શંકરસિંહ 21 જુલાઈએ શું કરશે? કોંગ્રેસના નેતાઓ મનાવવામાં થાકી ગયાં

બુધવાર, 19 જુલાઈ 2017 (12:42 IST)

Widgets Magazine
vaghela

 
વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી તલવાર તાણી છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. મંગળવારે શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી હતી કે, તેઓ મહાત્મા મંદિરમાં જન્મદિને સમર્થકોને મળશે. આ એલાનને પગલે  અર્જુન મોઢવાડિયા , સિધ્ધાર્થ પટેલ , જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતા બાપુના નિવાસ વસંત વગડે દોડી ગયા હતાં

જયાં બાપુ સાથે બેઠક યોજીને મનામણાંના પ્રયાસ કર્યા હતાં. બાપુ સાથેની મુલાકાત બાદ આ નેતાઓએ જાહેર કર્યું કે, બાપુ ચૂંટણી દરમિયાન ઘેર બેસવાનું પણ વિચારે તે કોંગ્રેસ માટે યોગ્ય નથી. કોંગ્રેસના નેતાઓ વિખવાદને ભૂલી એકટીમ થઇને ચૂંટણી લડશે. જો કે બાપુના નજીકનાં સૂત્રોના કહેવા પ્રમાણે બાપુ આ વખતે માનવાના નથી ને તે કોંગ્રેસના રામ રામ કહેવા માટે મક્કમ છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે બાપુએ ભાજપ સાથે સોદાબાજી કરી લીધી છે. બહુચર્ચિત નેશનલ ટેક્સટાઇલ્સ કોર્પોરેશન(એનટીસી)ના રૂપિયા 709 કરોડની જમીનના કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા સંડોવાયેલા છે એટલે જ 2015માં એનડીએ સરકારના શાસનમાં સીબીઆઇએ વસંતવગડા ખાતે દરોડા પાડયા હતાં. આ દરોડા બાદ વિપક્ષના નેતા ખૂબ જ શાંત થઈ ગયા હતા. હવે આ કૌભાંડ પર કાયમી પડદો પડે તે માટે ભાજપ સાથે બાપુનો રાજકીય સોદો થયો છે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શંકરસિંહ વાઘેલા વિધાનસભા કોંગ્રેસના નેતા ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ટીમ ઈંડિયા ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ એકદિવસીય મેચ વિરાટ કોહલી ગુજરાતી સ્થાનિક સમાચાર મેગી વિવાદ નેસ્લે ઈંડિયા યોગ દિવસ સૂર્ય નમસ્કાર બિહાર ચૂંટણી અમદાવાદ સમાચાર ભારતીય ટીમ. મહેન્દ્દ્ર સિંહ ધોની મોદી #નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ. અમિત શાહ ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો ટેનિસ સાનિયા મિર્ઝા સાઈના નેહવાલ સમાચાર આમ આદમી પાર્ટી મોદી સરકારનું એક વર્ષ અચ્છે દિન અમિત શાહ Sports Yoga Cricket America Gujarat Samachar Team India Gujarati News Yog Day Cricket News Sports News Latest Gujarat Samachar Latest Gujarati News News Business News Pm Narendra Modi National News Gujarat Gujarati News Ahmedabad Regional News Of Gujarat Ahmedabad News In Gujarati Gujarat Samachar In Gujarati Arvind Kejriwal Vs Pm Modi Samachar #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં 8000 લોકોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી

વિમુદ્રીકરણ બાદ માત્ર દોઢ મહિનાના સમયગાળામાં અઢી લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ બેન્ક ...

news

Karnataka News - જમ્મુ-કાશ્મીર પછી હવે કર્ણાટક ઈચ્છે છે અલગ ધ્વજ, કમિટી ડિઝાઈન ફાઈનલ કરવામાં લાગી

કર્ણાટક સરકાર રાજ્ય માટે જુદો ઝંડો અને સિંબોલ માટે એક્શનમાં આવી ગઈ છે. સરકારે 9 સભ્યોની ...

news

ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા ફરીવાર શક્તિપ્રદર્શન કરશે

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા 21 જુલાઈએ તેમના જન્મ દિવસે સમર્થકો સાથે ...

news

EDI ગાંધનગરથી લોન્ચ થયો ‘Boost Your Business Through Facebook’

મુખ્યમંત્રી રૂપાણીએ ર૧મી સદીમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી લઘુ નાના-મધ્યમ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine