સ્મૃતિ ઈરાનીની ગ્રાન્ટના લાખો રૂપિયાનો ગુજરાતમાં ભ્રષ્ટાચાર થયાનો ભાંડો ફૂટ્યો

બુધવાર, 19 જુલાઈ 2017 (15:50 IST)

Widgets Magazine

 
સાંસદ સ્મૃતિ ઈરાની દ્વારા આણંદ જીલ્લાના વિકાસના કામો માટે ફાળવાયેલ રકમ યોજનાનું કામ કર્યા વગર ચૂકવી દેવામાં આવતા જીલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે સ્મૃતિ ઈરાની દ્વારા વર્ષ 2013-14માં આણંદ જીલ્લામાં જુદાજુદા તાલુકામાં વિકાસના કુલ 139 કામો કરાવવાની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ જીલ્લા આયોજન અધિકારી દ્વારા જુદા જુદા ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં કોઈ પણ પ્રકારના ઈ-ટેન્ડરીંગ કર્યા વગર અને એમપી લીડની માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ કરાયો હતો. સ્મૃતિ ઈરાનીના પીએ દ્વારા જીલ્લા આયોજન અધિકારી સાથે ટેલીફોનીક ચર્ચા કરી આણંદ જીલ્લા બહારની ખેડા જીલ્લાની શ્રી શારદા મજુર કામદાર સહકારી મંડળીને અમલીકરણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શ્રી શારદા મજુર કામદાર સહકારી મંડળી દ્વારા જીલ્લાના 7 જેટલા વિકાસના કામો કર્યા વગર જ બીલ મેળવી લેતા જીલ્લા વહીવટી તંત્રના જીલ્લા આયોજન અધિકારી, જીલ્લા કલેકટરની ગંભીર બેદરકારી હોવાનું રાજકોટની ઓડીટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડીટ દરમ્યાન લાખો રૂપિયાનો ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ વિજ્ઞાત્રી પટેલ બહાર લાવ્યા. રાજ્યસભાના સાંસદના ગ્રાન્ટના નાણાંનો દુરુપયોગ થયાનું ઓડિટમાં સામે આવતા જીલ્લા કલેકટર દ્વારા આણંદ જીલ્લાના 8 તાલુકામાં બે તાલુકા વાર નાયબ કલેકટર યોજનામાં થયેલ કૌભાંડની તપાસનો આદેશ કરવામાં આવ્યો છે, જે મામલે પેટલાદના વિજ્ઞાત્રી પટેલે આક્ષેપ કર્યો છે કે જીલ્લા કલેકટર સામગ્ર મામલામાં જવાબદાર છે અને તેથી જ તપાસના નામનું તરખટ રચ્યું હોવાનું જણાવ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ હેક કરાઈ, પાકિસ્તાનનો ઝંડો દેખાયો

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ આજે સવારે હેક થઈ હતી. વેબસાઈટ શરૂ કરતા પાકિસ્તાનનો ...

news

વરસાદ બાદ વકરતો રોગચાળો, રાજકોટમાં Swine Flu થી 36 કલાકમાં ચારના મોત

સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી ભારે નુકસાન થયું છે તો બીજી બાજુ વરસાદ ધીમો થતાં રોગચાળાનો ...

news

શંકરસિંહ 21 જુલાઈએ શું કરશે? કોંગ્રેસના નેતાઓ મનાવવામાં થાકી ગયાં

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી તલવાર તાણી છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના ...

news

સુરતમાં 8000 લોકોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી

વિમુદ્રીકરણ બાદ માત્ર દોઢ મહિનાના સમયગાળામાં અઢી લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ બેન્ક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine