વીંછીયામાં હેલિકોપ્ટરની મદદથી બે પ્રસુતાને એરલિફ્ટ કરી બચાવી લેવાઈ

સોમવાર, 24 જુલાઈ 2017 (13:28 IST)

Widgets Magazine
news of gujarat


વીંછિયા તાલુકામાં ભારે વરસાદને કારણે નાનામાત્રા ગામમાં કુદરતી આફત આવી પડી હતી. ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ગામમાં બે મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ સુધી કેમ પહોંચાડવી તે પ્રશ્ન ઉદભવ્યો હતો. ત્યારે આ વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધ્યાને આવતા તેઓએ રાજકોટ જિલ્લા કલેક્ટરને જાણ કરી બન્નેને કરવાની સૂચના આપી હતી.
hospital

એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બન્ને મહિલાને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી જસદણ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. નાના માત્રા ગામની ઘટના, મહિલાએ બાળકીને જન્મ આપી દીધો પરંતુ બ્લેસન્ટની તકલીફ ઉભી થઇ હતી પ્રાપ્ત વિગત મુજબ નાના માત્રાના રમેશભાઇ ખાવડુની 35 વર્ષીય પત્નીને પૂરા દિવસો જતા હતા અને તેમના ઘરે ગમે ત્યારે ખુશીઓનું પારણુ બંધાય એમ હતું. એવામાં વરસાદરૂપે કુદરતી આફત આવી. એક તરફ રાતનો ધોધમાર વરસાદ અને બીજી બાજુ પત્નીને પીડા. આવા સંજોગોમાં રમેશભાઇ માટે શું કરવું, શું ન કરવું ? એવી સ્થિતિ હતી. રમેશભાઇએ મદદ માટે આરોગ્ય વિભાગને જાણ કરતા બે તબીબો ડો. રાજા અને ડો. ઘનશ્યામ ગામની એક બાજુ પહોંચી ગયા. ત્યાંથી બોટના સહાયે ગામમાં તમામ તબીબી સાધનો સાથે રમેશભાઇના ઘરે ગયા. ત્યાં બાળકીનો જન્મ તો થઇ ગયો હતો. પણ, બ્લેસન્ટની તકલીફ ઉભી થઇ હતી. માતા માટે આ જોખમી પણ સાબીત થઇ શકે એમ હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વીંછિયા તાલુકાૢ હેલિકોપ્ટર .પ્રસુતા એરલિફ્ટ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Surat Samachar Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Cricket News Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

Photo - ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, હજુ ભારે વરસાદની આગાહી

હવામાનખાતાની આગાહી મુજબ આવનારા ૪ દિવસમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની તીવ્ર ...

news

જીવલેણ સાબિત થયો સેલ્ફીનો શોખ... સમુદ્રમાં વહી ગયા રાજસ્થાનના 4 યુવક

ગુજરાત દીવના નાગવા બીચ પર ઉભા રહેલા 4 યુવકો માટે સેલ્ફી લેવી જીવલેણ સાબિત થઈ. ચારે યુવક ...

news

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

મોડી રાત્રી થી સતત વરસાદનું આગમન જિલ્લામાં 24 કલાકમાં કુલ 876 મિમી વરસાદ ખાબક્યો. ...

news

ગુજરાતમાં સતત આઠમાં દિવસે અવિરત વરસાદ,,, જાણો 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ

ગુજરાતમાં સતત આઠમાં દિવસે અવિરત વરસાદ ચાલુ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અનરાધાર વરસાદથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine