ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (12:34 IST)

કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યું પોલિસ પ્રોટેક્શન, આખરે ડર કઈ બાબતનો છે એ સ્પષ્ટ થતું નથી

ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ અને ભાજપનો રાજકીય ખેલ ચાલી રહ્યો છે. તો બીજી બાજુ પુરગ્રસ્તોની મદદનું નાટક પણ સહાયના ભાગ રૂપે ભજવાઈ રહ્યું છે. ત્યારે મુદ્દો એવો ચગ્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યો સલામત નથી. આખરે આ સવાલ ત્યાં સુધી સાચો લાગે જ્યાં સુધી જીવનું જોખમ હોય. જો તમે કોઈ ગુનો જ નથી કર્યો તો તમારે ડરવાની જરૂર નથી. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો સુરક્ષિત ન હોવાની કેન્દ્ર ચૂંટણી પંચની રજૂઆત બાદ આજે જૂનાગઢ જિલ્લાના ત્રણ કોંગી ધારાસભ્યના ઘેર બે પોલીસ જવાનોનો પહેરો લગાવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને ફરીવાર ચૂંટવા અંગે કોંગ્રેસ દ્વારા યેનકેન પ્રકારના પ્રયાસ થઇ રહ્યા છે. અગાઉ કોંગ્રેસના 41 ધારાસભ્યોને બેંગલુરૂ લઇ જવાયા હતા. બાદમાં કોંગ્રેસ દ્વારા તેમના પક્ષના ધારાસભ્યો ગુજરાતમાં સુરક્ષિત ન હોવાની કેન્દ્ર ચૂંટણી પંચના મુખ્ય સચિવ જે.એન.સિંઘને મૌખિક રજૂઆત કરી હતી.જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 9 વિધાનસભા બેઠક છે. તે પૈકી 5 વિધાનસભા બેઠક પર ભાજપનું અને 4 વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું શાસન છે. વિસાવદર, માણાવદર, માંગરોળ અને ઉના વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું શાસન છે. હાલ સુરક્ષાને લઈ ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઈ વંશનાં ઘરની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જો કે, ધારાસભ્યનાં પુત્રે કહ્યું હતું કે, અમારે કોઈ પણ પ્રકારનાં પોલીસ બંદોબસ્તની જરૂર નથી.