શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2017 (14:08 IST)

શંકરસિંહ વાઘેલા સહિત ૫૦ ધારાસભ્યોને કોંગ્રેસે વ્હિપ આપ્યો

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત ૫૦ ધારાસભ્યોને વ્હિપ મોકલી આપ્યો છે. કોંગ્રેસે એવી પણ ચિમકી ઉચ્ચારી છેકે, મેન્ડેટનું ઉલ્લંઘન કરાનારા ધારાસભ્યને પક્ષમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવાની પણ ચિમકી આપવામાં આવી છે.

સૂત્રોના મતે, ભાજપે શામ,નામ,દંડભેદની નિતી અપનાવતા કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને કર્ણાટકના બેંગાલુરૃમાં લઇ જવાયા છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સહીથી શંકરસિંહ વાઘેલા ઉપરાંત ૫૦ ધારાસભ્યોને રજી.એડીથી વ્હિપ મોકલી અપાયાં છે. ઉલ્લેખનીય છેકે, શંકરસિંહ વાઘેલા સહિત તેમના જૂથના કેટલાંક ધારાસભ્યોએ હજુ ય રાજીનામુ ધર્યુ નથી. પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું કહેવુ છેકે, ભાજપના સંપર્કમાં હોય,રાજીનામુ ધર્યુ ન હોય તે તમામ કોંગ્રેસી ધારાસભ્યોએ હવ પક્ષના મેન્ડેટનું પાલન કરવુ પડશે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ રાજકીય સમીકરણો વધુને વધુ પેચિદા બની રહ્યાં છે. ચૂંટણીના જાહેરનામાં બાદ ચૂંટણીપંચે નોટાનો અમલ જારી કર્યો છે જેના મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે. આમ,રાજ્યસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે અને કોણે પછડાટ ખાવી પડશે તે મુદ્દે રાજકીય ગલીયારીમાં ચર્ચાએ જોર પકડયું છે.