કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો બેંગ્લુરૂથી રક્ષાબંધનના દિવસે ગુજરાત પાછા ફરશે

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (15:04 IST)

Widgets Magazine


બેંગ્લુરૂના ઇગલટન રિસોર્ટમાં રાખવામાં આવેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ૭મી ઓગષ્ટે ગુજરાત પરત લાવવામાં આવશે. પક્ષ પોતાના ધારાસભ્યોને રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે ઉજવી શકે તે માટે તેઓને પરત લાવશે. એ પછીના બીજા દિવસે એટલે કે ૮મીએ રાજયસભાની ચૂંટણી માટે વોટીંગ થશે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યુ છે કે, અમારા ધારાસભ્યોને ગુજરાતની બહાર લઇ જવા માંગતા ન હતા પરંતુ ભાજપે અમને આવુ કરવા માટે મજબુર કર્યા છે. ધારાસભ્યો અહી અસુરક્ષા અનુભવી રહ્યા હતા તેથી તેઓને કોંગ્રેસના શાસનવાળા રાજયમાં લઇ જવામાં આવ્યા હતા. હવે તેમને રક્ષાબંધનના દિવસે પરત લાવવામાં આવશે કે જેથી તેઓ પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકે. કોંગ્રેસના ધારાસભ્યો પણ પક્ષના આ નિર્ણયથી ખુશ છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ  અમે તો પહેલેથી વિચારી રાખ્યુ હતુ કે, અમારે બે ધારાસભ્યો બહેનો કામીનીબા રાઠોડ અને ચંદ્રીકાબેન બારીયા સાથે તહેવારો ઉજવવો પડશે પરંતુ હવે અમે અમારા પરિવાર સાથે તહેવાર મનાવી શકશુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોંગ્રેસ ૪૩ ધારાસભ્યો બેંગ્લુરૂ રક્ષાબંધન ગુજરાત પાછા ફરશે ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samas Live Gujarati News News Of Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમિત શાહે ગુજરાતની જેમ દેશમાં દાદાગીરીનું રાજ શરૂ કર્યું: કૉંગ્રેસ

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ તમામ પ્રકારના દાવપેચ-કાવત્રા ખેલી રહી છે. કૉંગ્રેસ પક્ષના ...

news

અમદાવાદમાં એક NGOના સંચાલકે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો

અમદાવાદમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ ખરાબ થઈ ગયાં છે અને તેને ફરીવાર રીસર્ફેસ કરવા માટે ...

news

પાટીદાર આંદોલન સમિતિના સભ્ય પર હૂમલો, હૂમલા પાછળ ભાજપ જવાબદાર -હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા પર જીવલેણ હુમલો કરાયો છે. ...

news

વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગતાં વિવાદ છેડાયો

ગુજરાતમાં રાજકારણનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine