પાકિસ્તાનથી દૈનિક 3500 લોકો કરે ઓનલાઈન સોમનાથ મહાદેવના દર્શન કરે છે

શનિવાર, 5 ઑગસ્ટ 2017 (13:36 IST)

Widgets Magazine
somnathહાલમાં ભગવાન શીવની આરાધનાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે ભક્તો પોતાની આસપાસ રહેલા ઐતિહાસિક તથા વિકસિત શિવમંદિરોમાં દેવાધીદેવ મહાદેવના દર્શન કરીને ધન્ય થઈ રહ્યાં છે. શિવનું મહાત્મ્ય ભારતમાં સૌથી વધુ છે પણ હવે તેનો મહિમા પાકિસ્તાનમાં પણ વધવા માંડ્યો છે. હાલમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જાણિતા સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા સૌથી વધુ છે.

હાલમાં સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શનમાં વધારો થયો છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર 22 લાખ લોકોએ મહાદેવના દર્શન કર્યા છે. મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાનમાં પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓમાં વધારો થયો છે. પાકિસ્તાનથી દૈનિક 3500 લોકો કરે સોમનાથ મહાદેવના દર્શન કરે છે. આંકડાઓની વાત કરીએ તો શ્રાવણના પ્રથમ સપ્તાહમાં ફેસબુક પર 22 લાખ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે અને 7.79 લાખ લોકો સોશિયલ મીડિયામાં નવાનવા જોડાયા છે. આ સિવાય ભારતની સાથે અન્ય 44 દેશના ભક્તોએ મહાદેવના દર્શન કર્યા છે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ 
www.somnath.org પરથી પૂજા વિધી, ગેસ્ટહાઉસ બુકિંગ સાથે લાઈવદર્શન થઈ શકશે. આ સિવાય ગુગલ અને એપલ સ્ટોર પર Somnath Yatra સાથે જોડાઈ ઘરબેઠા દેશ વિદેશના ભક્તજનો સોમનાથ મહાદેવના વિવિધ પ્રહરના શૃંગાર દર્શન કરી શકે છે. શ્રાવણમાં પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે 9.15 વાગ્યે મંદિર પરિસરમાં શ્રી સોમનાથ દાદાની પાલખીયાત્રાનું વિશેષ આયોજન કરાયું છે. તમામ ભાવિક ભક્તોને મંદિરમાં દર્શન થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રાવણ મહિનાની શરૂઆતના દિવસે સોમવારે ભગવાન સોમનાથજીની પ્રાતઃપૂજા આરતી બાદ નુતન ધ્વજારોહણ, બિલ્વપૂજાના યજમાનોને સવાલક્ષ બિલ્વપૂજાનો સંકલ્પ કરાવવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સોમનાથ મહાદેવ પાકિસ્તાન 3500 લોકો કરે ઓનલાઈન દર્શન ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પત્થર મારો યા ગોલી હમ નહીં ડરેંગે - ગુજરાતમાં કોંગ્રેસનું ભારે વિરોધ પ્રદર્શન

બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ...

news

રાહૂલ ગાંધી પર થયેલા હૂમલાની તપાસ ADGP મોહન ઝાને સોંપવામાં આવી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા ...

news

નર્મદા બંધને સંપૂર્ણ ઊંચાઈ સુધી ભરવા NCAની ઐતિહાસિક મંજૂરી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધને તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ સુધી ભરવા માટે ...

news

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે વોટિંગ, નાયડૂ-ગાંધી વચ્ચે સીધી જંગ...સાંજે આવશે પરિણામ

દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે શનિવારે મતલબ આજે મતદાન થવા જઈ રહ્યુ છે. મતદાન દસ વાગ્યાથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine