ભારતનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારકામાં બનશે

શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (13:19 IST)

Widgets Magazine
okha bet dwarka

ગુજરાત રાજયના  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશનું મરીન કમાન્ડો ટ્રેઇનિંગ સેન્ટર બનાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તેમ જ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જમીનનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. લગભગ પચાસ હેકટરની વિશાળ જમીનમાં ક્રમશ: આશરે પાંચ હજાર જેટલા જવાનની ભરતી કરી આવનાર સમયમાં દરિયાઇ સુરક્ષાનું હેડ કવાર્ટર આગામી સમયમાં બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અગાઉ પણ પોસીત્રા તથા કલ્યાણપુરના પીંડારા ગામની જમીનનું નિરીક્ષણ કરવામાં આવેલ, પરંતુ દ્વારકા તાલુકાના મકનપુર ગામ આસપાસની જમીન ટેક્નિકલ રીતે વધુ વ્યૂહાત્મક તેમ જ સરળ હોય અહીં આ ટ્રેઇનિંગ સેન્ટર સ્થપાય તેવી શકયતાઓ ઉજળી જણાઇ રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં જીવલેણ બ્લુવ્હેલ ગેમથી મોત થયાનો પ્રથમ કિસ્સો બન્યો

સમગ્ર દુનિયામાં બ્લુ વ્હેલ ગેમ ખાસી ચર્ચાસ્પદ બની છે. ભારતમાં આ ગેમથી મોત થયાંના કેટલાક ...

news

Patidar Anamat Andolan - સુરતમાં હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં 25 હજાર પાટીદારો રેલીમાં જોડાયા

હાર્દિક પટેલ અને પાસના અન્ય અગ્રણીઓની ધરપકડના વિરોધમાં શુક્રવારે મોડી રાત સુધી 25000થી ...

news

દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યુ અમદાવાદ, જાણો યૂનેસ્કોએ કેમ કર્યુ યાદીમાં સામેલ

અમદાવાદ દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયુ છે. ગુજરાતની વાણિજ્યિક રાજધાની અમદાવાદને ...

news

Gujarat Election Survey - હાલ ચૂંટણી થાય તો જાણો BJPને 144થી વધુ અને કોગ્રેસને 26-35 સીટો

પાટીદાર આંદોલન અને દલિત ઉત્પીડનની ઘટનાઓની ગુજરાતમાં બીજેપીની પકડ પર અસર નહીં પડે? એબીપી ...

Widgets Magazine