શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (14:36 IST)

પાટીદારો ગુજરાતની મુલાકાતે આવનારા રાષ્ટ્રપતિ કોવિંદને રજુઆતો કરશે

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા ગઈકાલે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટેનો સમય માંગવા માટે અનૌપચારિક રજૂઆત કરાઈ હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારે રાજ્યની મુલાકાતે આવવાના છે.ઉત્તર ગુજરાતના PAASના કન્વીનર સુરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘અમે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને રાષ્ટ્રપતિની મળવા માટે મેમોરેન્ડમ આપ્યું છે. અમે આ મુલાકાતની માંગણી પાટીદાર નેતા હાર્દિક પટેલની ધરપકડ અને પટેલો માટે OBC અનામતની માંગણી અંગે રજૂઆત કરવા માટે કરી છે. અમે ગુજરાતની પરિસ્થિતિ વિશે વાત કરવા માટે પણ થોડો સમય લઈશું.’તેમણે આગળ વાત કરતા જણાવ્યું હતું કે, ‘પાટીદારો વિરુદ્ધ સરકાર દ્વારા કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. અમે આ મુદ્દો અને અમારી માંગણીઓ રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેવું ઈચ્છીએ છીએ.’સુરેશ પટેલે હાર્દિકની ધરપકડ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ આ કેસના ફરીયાદીએ પોતે કબૂલ્યું છે કે હાર્દિક ઘટના સમયે સ્થળ પર હાજર નહોતો. પરંતુ પોલીસે તેની લૂંટના ગુનામાં ધરપકડ કરી લીધી હતી.’