Widgets Magazine
Widgets Magazine

કોંગ્રેસ હવે ઓલ આઉટ થશે ? સાગર રાયકાનું નવી રચાયેલ પીઇસીમાંથી રાજીનામુ

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (17:32 IST)

Widgets Magazine
congress


પ્રદેશ કોંગ્રેસમાં રાજકીય ધડાકા-ભડાકા ચાલુ જ છે. રાજયસભાના પુર્વ સભ્ય અને પક્ષના સીનીયર નેતા સાગર રાયકાએ આજે નવરચિત પ્રદેશ ઇલેકશન કમીટી (પીઇસી)માંથી રાજીનામુ આપીને ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સામે ગંભીર આરોપો મુકતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહેસાણાના વરિષ્ઠ એવા સાગર રાયકા (ઉ.વ.૬૪) તામીલનાડુ, આંધ્ર, બિહાર, ઝારખંડ, બંગાળ સહિતના રાજયોમાં પક્ષના ઇન્ચાર્જ કે કો-ઇન્ચાર્જ રહી ચુકયા છે તેમણે ભરતસિંહ સોલંકી સામે ગંભીર પ્રકારના આરોપો મુકયા છે અને કહ્યુ છે કે કોંગ્રેસમાંથી પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોના રાજીનામા બાદ પણ પક્ષમાં ઓલ ઇઝ નોટ વેલ જેવી સ્થિતિ છે. સાગર રાયકાએ આજે જણાવ્યુ છે કે પીઇસીમાંથી મેં મારૂ રાજીનામુ રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીને મોકલી આપ્યુ છે કારણ કે તેઓ જ એપોઇન્ટીંગ ઓથોરીટી છે. જો કે તેમણે કહ્યુ છે કે મેં પક્ષમાંથી રાજીનામુ નથી આપ્યુ. તાજેતરમાં આ કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં ભરતસિંહ પ્રમુખ છે. સાગર રાયકાએ જણાવ્યુ છે કે, ભરતસિંહ સોલંકી પક્ષના અનેક નેતાઓ કરતા ઘણા જુનીયર છે અને તેઓ કોઇપણને ગણકાર્યા વગર મનસ્વી રીતે નિર્ણયો લઇ રહ્યા છે. તાજેતરમાં તેમણે મનસ્વી રીતે ઉપપ્રમુખો, સેક્રેટરીઓ અને અન્યની એટલે કે ૭૦ થી ૮૦ નિમણુંકો કરી છે આટલુ જ નહી મીડીયા રિપોર્ટમાં તેમના ચારિત્ર્ય વિશે પણ આક્ષેપો થયા છે જે અમને સ્વીકાર્ય નથી. તેઓ જે રીતે કામ કરે છે તેનાથી મને સંતોષ નથી. તેમણે કહ્યુ છે કે, જિલ્લા પંચાયતોમાં કે જયાં પક્ષ શાસન કરે છે ત્યાં બેહિસાબ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે જેનાથી અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ મૌન બની તમાશો નિહાળી રહ્યા છે. આ સંજોગોમાં આવી રહેલી ચૂંટણીમાં લોકો સમક્ષ જતા અમોને ઘણી મુશ્કેલી પડવાની છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

યુવાનોને બેરોજગારી ભથ્થુ અને સ્માર્ટફોન આપવાની કોંગ્રેસની જાહેરાત

ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, જો પક્ષ સત્તા ...

news

હનીપ્રીતનો મોબાઈલ નંબર વાયરલ.. જાણો વોટ્સએપ પર શુ છે તેનુ સ્ટેટસ

જેલમાં બંધ બળાત્કારી બાબા રામ રહીમની ધર્મ પુત્રી હનીપ્રિતિ વિરુદ્ધ હરિયાણા પોલીસે લુકઆઉટ ...

news

સેક્સ એડિક્ટ છે રામ રહીમ

બે સાધ્વીઓથી બળાત્કારના દોષી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીર રામ રહીમ આ દિવસો હરિયાણાના ...

news

અમદાવાદમાં બંને દેશના વડાપ્રધાનના બે દિવસના ભરચક કાર્યક્રમો

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવા વડાપ્રધાન નરેન્દ્ર ...

Widgets Magazine Widgets Magazine