સોશિયલ મીડિયામાં પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો જ ભાજપને હરાવશે જેવા મેસેજ વાયરલ

બુધવાર, 8 નવેમ્બર 2017 (12:41 IST)

Widgets Magazine
anamat andolan


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર ફેક્ટર નડી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ પી એટલે પટેલો, ટી એટલે ઠાકોરો, ડી એટલે દલિતો અને આર એટલે રાજપૂતો આમ પાટીદારો (પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો) જ ભાજપને હરાવશે. એવા મેસેજો વાઇરલ થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ સરકાર સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા અનામતના મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું.

ભાજપ સરકારે પાટીદાર સમાજની મોટા ભાગની માગણી સ્વીકારી એટલે કે પાટીદાર સમાજના જે પાંચ પ્રશ્ર્નો હતા જેમાં ચાર પ્રશ્ર્નોમાં સમાધાનના પ્રયાસો કરાયા પણ પાસના ક્ધવીનર હાર્દિક પટેલને મનાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા. હજુ પણ પાટીદારો ભાજપથી નારાજ છે, કારણ કે હાર્દિક પટેલની સભામાં જે જનમેદની ઊમટી રહી છે તે જોતા પાટીદારો ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પાડી દેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ઠાકોર સમાજ પણ અલ્પેશ ઠાકોરને લીધે ભાજપ વિરોધમાં મતદાન કરવાના મુડમાં હોય એવું લાગી રહ્યું છે. અલ્પેશ ઠાકોરની ગાંધીનગર ખાતે મળેલી જનસભામાં ઠાકોર સમાજની વિશાળ જનમેદની ઊમટી પડી હતી. આ ઉપરાંત દલિતો પણ ભાજપથી નારાજ છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ ભાજપની વિરોધમાં પ્રચાર કરી રહ્યા છે. તેમ જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના રાજીનામાની માગણી સાથે રાજપૂત સમાજ પણ ભાજપ સામે પડ્યો છે. રવિવારે બાવળા નજીક રાજપૂતોની વિશાળ સભામાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો રણટંકાર કરવામાં આવ્યો હતો. આમ પટેલો - ઠાકારો - દલિતો અને રાજપૂતો ભાજપની વિરોધમાં જતા સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો થઈ રહી છે કે ‘પા એટલે પટેલો, ટી એટલે ઠાકોરો, ડી એટલે દલિતો અને આર એટલે રાજપૂતો’ એમ પાટીદારનું સમન્વય જ ભાજપને ભારે પડશે તેમ લાગે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નર્મદા યોજનાના મુદ્દે નરેન્દ્ર મોદી મને ક્યારેય મળ્યા જ નથી: ડૉ. મનમોહનસિંઘ

અમદાવાદ ખાતે વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ કૉંગ્રેસ ભવન ખાતે મનમોહનસિંહે નર્મદા મુદ્દે ...

news

ભાજપ અને કોંગ્રેસની હારજીતમાં જીએસટી મુખ્ય ભુમિકા ભજવશે?

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ગુજરાતમાં આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી ...

news

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે OBC અનામત અંગે વિચારભેદ

હાર્દિક પટેલ આજે કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલને મળીને પાટીદારો ...

news

જુઓ ધારાસભ્યના દિકરાનું કર્તૂત -ચોરીમાં નિર્દોષતા પુરવાર કરવા કર્મચારીઓને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા

સાણંદના પૂર્વ ધારાસભ્ય કરમસીભાઈ પટેલના દીકરાએ પોતાના પેટ્રોલ પંપ પરથી ૬ લાખ રૂપિયાની ચોરી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine