કોંગ્રેસમાં વિપક્ષના પદ માટે સૌરાષ્ટ્રના નેતાઓમાં ખેંચતાણ

મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (11:46 IST)

Widgets Magazine


કોંગ્રેસે વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગીની કવાયતને વધુ તેજ બનાવી છે. ત્યારે વિપક્ષપદ મેળવવાય લોબિંગ શરૃ થયુ છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોમાં તો ખેંચતાણ જામી છે. દરમિયાન, પ્રદેશ પ્રમુખને હાઇકમાન્ડનું તેડુ આવ્યુ છે. દિલ્હીમાં વિપક્ષપદ માટે ચર્ચા વિચારણનો દોર શરૃ થઇ ચૂક્યો છે. વિધાનસભાની ચૂંટણી પ્રચાર વખતે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓની ભાજપ સાથેની ગોઠવણો જાણી લીધી છે.

આ જોતાં હવે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના ધુરંધર નેતાઓને કોરાણે મૂકીને યુવા ધારાસભ્યોને આગળ કરવાના મૂડમાં છે. આ ઉપરાંત વિધાનસભામાં ય સેટિંગ કરતાં કોંગ્રેસના નેતાઓને ઠેકાણે પાડી દેવામાં આવનાર છે. પરેશ ધાનાણીને વિપક્ષી નેતા બનાવવા માંગે છે પણ સૌરાષ્ટ્રમા પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ હવે આ પદ મેળવવા તલપાપડ બન્યા છે કેમ કે, જો પરેશ ધાનાણી વિપક્ષી નેતા બને તો,આ બંન્ને સૌરાષ્ટ્રના કદાવર નેતા કદ પ્રમાણે વેતરાઇ શકે છે. આ જોતાં અત્યારથી પરેશ ધાનાણી વિરૃધ્ધ લોબિંગ શરૃ કરાયુ છે. આ તરફ,આદિવાસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ દિલ્હીમાં ડેરાતંબુ તાણીને રાહુલ ગાંધીને મળ્યાં છે. દલિત ધારાસભ્ય શૈલેષ પરમાર પર આ પદ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખુદ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી આદિવાસી ધારાસભ્યને વિપક્ષી પદ મળે તેવો મત હાઇકમાન્ડ સમક્ષ મૂકી રહ્યા છે જયારે પરેશ ધાનાણી અહેમદ પટેલની પહેલી પસંદ છે.   સુત્રો કહે છેકે, ગુજરાતમાં સરકાર બનાવવાની વાત કરનારાં કોંગ્રેસી નેતાઓએ જ કેટલીક ભૂલો કરી છે જેના કારણે થોડોક પનો ટૂંકો પડયો છે. કોંગ્રેસના એક નેતાએ ઉમેદવારોને પક્ષ દ્વારા અપાતુ ચૂંટણી ફંડ જ મોડુ મોકલ્યુ હતું. કોંગ્રેસના નેતાએ ચૂંટણી ફંડમાં કટકી કરવાના ઇરાદે ફંડ મોકલવામાં ય વિલંબ કર્યો હોવાની ફરિયાદો છેક રાહુલ ગાંધી સુધી પહોંચી છે. કોંગ્રેસના નેતાઓની આવી હરકતન હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. આ નેતાએ ૩૦ લાખના ફંડમાંથી ૫ લાખના કોરા ચેક લઇ લીધાં હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ટ્રંપે જે કહ્યુ એ કરી બતાવ્યુ, PAKને 255 મિલિયન ડોલરની સૈન્ય મદદ રોકી

આતંકને શરણ આપનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મોરચે દરેક બાજુથી ધિક્કાર મળી રહી છે. હવે ...

news

હરિયાણાના પલવલમાં સાઈકો કિલરની દહેશત, 6 લોકોની હત્યા કરી થયો ફરાર

હરિયાણાના પલવલ વિસ્તારમાં એક દિલ કંપાવનારા સમાચાર આવ્યા છે. અહી સોમવારે રાત્રે એક માથા ...

news

સરકાર બન્યા બાદ હવે ભાજપમાં નેતાગીરી બદલાય તેવી શક્યતાઓ

ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે તેવી અટકળ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી હોવાથી ...

news

વેટલેન્ડના સંરક્ષણ માટે અમેરિકામાં છે તેવા કાયદાની ભારતમાં જરૂરિયાતની હિમાયત કરતા પ્રોફેસર જેફ હેપીન્સટાલ

દેશમાં વધતા જતા વિકાસ અને શહેરીકરણ સામે જળપ્લાવીત ક્ષેત્રો એટલે કે વેટલેન્ડ વિસ્તારોની ...

Widgets Magazine