વડોદરામાં મેરેથોનમાં દોડી રહેલા વૃદ્ધને હાર્ટઅટેક આવતા મોત

merethon
Last Updated: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:57 IST)

વડોદરા ખાતે ઈન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેવા માટે આવેલા રાજકોટના 66 વર્ષિય વૃદ્ધને અકોટ જંક્શન પાસે હાર્ટઅટેક આવતા મોત નિપજ્યું હતું. વડોદરા સ્થિત આ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા હતા. મૂળ રાજકોટના વતની ભરતભાઈ સોમાણી  વડોદરા ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ મેરેથોન દોડમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તેમણે 21 કિમીની દોડમાં ભાગ લીધો હતો પરંતુ 2 કિમી દોડ્યા બાદ જ્યારે તેઓ અકોટ જંક્શન પાસે પહોંચ્યા ત્યારે તેમને છાતીમાં દુખાવો શરૂ થયો. જેથી તેમને તત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
vadodara merethon

ભરતભાઈના મૃત્યું બાદ આયોજકોએ તેમના પરિવારને જાણ કરી હતી. આ સાથે સંચાલકો તરફથી ભરતભાઈના પરિવારને આર્થિક મદદ માટે 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મેરેથોનમાં ભાગ લેવા માટે પહોંચેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વાલીમંડલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મેરેથોનના આયોજક પણ શાળા સંચાલક છે. જેથી વાલીઓ તેમનો પણ વિરોધ કરી રહ્યા છે.
 
 
 
 


આ પણ વાંચો :