કલરફુલ કેપ, માસ્ક સાથે જાત જાતના વાજા ઉતરાયણમાં ધાબા પર દેખાશે

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (16:57 IST)

Widgets Magazine

 

makar sankranti

ઉતરાયણ પહેલા સુરતના બજારમાં પતંગ દોરી સાથે સાથે એસેસરીઝના વેચાણમાં પણ ખાસ્સી ભીડ દેખાઈ રહી છે. ખાણી પીણી અને પતંગ ચગાવવા સાથે સુરતીઓ કલરફુલ ઉતરાયણ માટે સજ્જ થઈ રહ્યાં છે. ઉતારયણ દરમિયાન પતંગ ચગાવવા સાથે મજા કરવા માટે સુરતીઓ વિવિધ પ્રકારની એસેસરીઝની ખરીદી કરી રહ્યાં છે. જેના કારણે આ ઉતરાયણમાં કલરફુલ કેપ, માસ્ક, વિવિધ પ્રકારના ગોગગ્લ, સાથે વાજા અને પીપીડીથી વાતારવણ ગજાવવા માટે સુરતીઓ તૈયાર થઈ રહ્યાં છે.

પતંગ સાથે સુરતીઓ જાતજાતની એસેસરીઝ ખરીદતા હોવાથી એસેસરીઝ બજારમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. પહેલાં લોકો માત્ર પતંગ ચગાવીને ઉતારયણની ઉજવણી કરતાં હતા પણ સમય જતાં સુરતની ઉતરાયણની ઉજવણીના રંગઢગ પણ બદલાયા છે. સુરતીઓ ખાણી પીણી સાથે ઉતારયણની ઉજવણી કરે છે સાથે સાથે હવે ઉતરાયણને કલરફુલ પણ બનાવી રહ્યાં છે. તડકાથી બચવા માટે પહેલાં સાદી ટોપી અને ગોગલ્સ પહેરતાં હતા. પરંતુ હવે ફુલ એન્જોય સાથે ઉતરાયણ ઉજવતા હોવાથી વિવિધ પ્રકારની એસેસરીઝનો ઉપયોગ પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. જેના કારણે ઉતરાયણ પહેલાં સુરતના રોડથી માંડીને મોલ સુધી ઉતરાયણની એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં કલરફુલ વિવિધ આકારની ટોપીઓ, સાથે ફેન્સી ગોગલ્સ, જાત જાતના અવાજ નિકળે તેવા વાજા-પીપુડીનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત આ છેલ્લા કેટલાક વર્ષથી હોરર તથા વિવિધ પ્રકારના માસ્કનું પણ વેચાણ થઈ રહ્યું છે. પતંગની સાથેની એસેસરીઝનું ધુમ વેચાણ થતાં આ વર્ષે સુરતની અનેક અગાશીઓ ફરી કલરફુલ જોવા મળશે. દોરીથી ગળુ કપાતું અટકાવવા ખાસ બેલ્ટનું વેચાણ સુરતમાં ઉતરાયણ પહેલાં જ પતંગ ચગાવાવનું શરૂ થતું હોવાથી બાઈક ચાલકોના ગળા કપાવવાના બનાવ સંખ્યાબંધ બને છે. તેનાથી બચવા માટે બાઈક પર સળીયા લગાવવા સાથે સુરતમાં ગળાના રક્ષણ માટેનો ખાસ બેલ્ટ પણ વેચાઈ રહ્યો છે. સુરતમાં નેક સેફ્ટી બેલ્ટના નામે વેચાતા આ બેલ્ટ પહેલાં વેલ્ક્રેનથી ચીટકે તેવા બનતા હતા હવે કેટલાક વેપારીઓ પ્લાસ્ટીક કે કચકડાના બેલ્ટનું પણ વેચાણ કરી રહ્યાં છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

છેલ્લી ઘડીએ ટિકિટ રદ થતાં સુરત એરપોર્ટ પર મુસાફરોએ કર્યા ધરણાં

સુરત એરપોર્ટ પર મુસાફરોએ અનશન કરી ધરણાં કર્યા હતા. સુરત એરપોર્ટ પરથી પટણાં જવા માટે બુક ...

news

આ ફક્ત ફોટા નહી હકીકત છે....જોવા હોય તો તમારે પધારવુ પડશે ગુજરાતમાં...

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના રણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા હોવાનું પુરવાર થવા ...

news

વડોદરામાં લેન્ડ જેહાદ,વડાપ્રધાનને 100 ફરિયાદો મોકલાઈ

વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી સમર્પણ સોસાયટીની અનેક મિલકતો વિધર્મીઓને વેચાણ થતા આ ...

news

હાર્દિક પટેલ વિરૂદ્ધ ફરીવાર એક ફરિયાદ થઈ

સિદ્ધપુર અને લણવા ખાતે વિધાનસભાની ચૂંટણી સમયે પાસના કન્વીનર હાર્દિક પટેલે સભાઓ સંબોધી હતી ...

Widgets Magazine