Widgets Magazine
Widgets Magazine

ગુજરાત ગૌ સેવા આયોગ હવે કાઉ ટુરિઝમ શરૂ કરશે

મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (12:33 IST)

Widgets Magazine


ગુજરાતમાં એશિયાટીક લાયન એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે તેમ હવે રાદ્ય ગાય માટેનું આકર્ષણનું કેન્દ્ર બને તે હેતુથી કાશરૂ કરવા જઇ રહ્યું છે. ગુજરાતમાં ગાયોને પાળતી ગૌ શાળાઓ મોજૂદ છે ત્યારે આયોગને ગાય માટેનું ટુરિઝમ શરૂ કરવાનો વિચાર આવ્યો છે. ગૌ સેવા આયોગના ચેરમેન વલ્લભ કથિરીયાએ કહ્યું હતું કે ગાયોના રક્ષણ માટેનું જ્ઞાન આપતું ટુરિઝમ ગુજરાત શરૂ કરવા જઇ રહ્યું છે.ગાય એ માતા છે.

ગાયની પ્રત્યેક ચીજ પછી તે દૂધ હોય કે, ગૌમૂત્ર અને છાણ- એના ઉપયોગ અને ફાયદા વિશે ટુરિસ્ટને સમજ આપવામાં આવશે. ગુજરાતની એવી કેટલીક ગૌશાળાઓનો પણ આયોગે સંપર્ક કર્યો છે. ગુજરાતની મુલાકાતે આવતા ટુરિસ્ટને આવી ગૌશાળાઓ બતાવવામાં આવશે. કાઉ ટુરિઝમમાં બે દિવસની ટૂર રાખવાનું વિચારવામાં આવ્યું છે. ગાયના દૂધ, ગૌમૂત્ર અને છાણમાંથી બનતી પ્રોડક્ટ્સ અને દવાઓની ટુરિસ્ટને સમજ આપવામાં આવશે. આ આઇડિયા પાછળ ઇકોનોમિક આસ્પેક્ટ પણ છે. આ ટુરિઝમ થકી જે ઇન્કમ થશે તે ગૌશાળા અને ગાયોના વિકાસ માટે વાપરવામાં આવશે. વલ્લભ કથિરીયાએ કહ્યું હતું કે ટુરિસ્ટ માટે આખા ગુજરાતની ટ્રીપ કરવામાં આવશે. ગૌશાળા ઉપરાંત ગૌચર લેન્ડ કે જે આણંદ જિલ્લાના ધર્મજમાં આવેલી છે તેનો પણ ટુરિસ્ટ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની અમદાવાદ, રાજકોટ અને ભૂજની જેલમાં ગાય માટેના શેલ્ટર બનાવવામાં આવ્યા છે તે પણ ટુરિસ્ટને બતાવવામાં આવશે
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના વિકાસને ગાંડો કરનાર સાગર હવે હાર્દિકની ટીમમાંથી હાંકી કઢાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ ‘વિકાસ ગાંડો થયો છે’નું સુત્ર આપનાર અમદાવાદના ...

news

અમદાવાદમાં પદ્માવત માટે થિયેટરો પોલીસ છાવણીમાં ફેરવાયા

પદ્માવત ફિલ્મને નિહાળવા આતુર લોકો હવે ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. આ વિવાદાસ્પદ ...

news

ધારાસભ્ય મેવાણીની રેલીથી તંત્રના કપાળે પરસેવો વળ્યો, આખું ભૂજ શહેર બાનમાં લીધું

વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના સંયોજક જીજ્ઞેશ મેવાણી સોમવારે ભુજમાં ...

news

હટ્યુ પદમાવત ફિલ્મના વિરોધનું ગ્રહણ, ફરીથી ધમધમ્યો વાહનવ્યવહાર

ગુજરાતમાં 'પદ્માવત'ની રિલીઝ સામે વિરોધ પ્રદર્શનમાં તોફાની તત્વોએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine