ભાજપના નેતાઓ પોતાના બેકાર પુત્રો માટે પકોડાની લારી કેમ શરૂ નથી કરતાં - હાર્દિકની ટ્વિટ

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:40 IST)

Widgets Magazine
hardik patel


પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને પકોડા પોલિટિક્સ પર વડાપ્રધાન મોદી, અમિત શાહની ટીકા કરી છે સાથે જ સરહદ પર દરરોજ શહીદ થઇ રહેલા જવાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. હાર્દિક પટેલે ભાજપ, મોદી અને અમિત શાહની પકોડા પોલિટિક્સની ટીકા કરતા કહ્યું છે કે મુખ્ય આર્થિક સલાહકાર પાસે બેકારીના આંકડા નથી. નાણા મંત્રી પાસે જીડીપીના આંકડા નથી.

આરબીઆઇના ગવર્નર પાસે નોટબંધી બાદ જમા થયેલ નોટોનો આંકડા નથી. દેશની ન તો સરહદો સુરક્ષિત છે ન તો આપણા સૈનિક. સરહદ પર લગભગ દરરોજ આપણા સૈનિક શહીદ થઇ રહ્યાં છે અને ચોક્દારે મૌનવ્રત ધારણ કરી લીધુ છે. આપણા નેતાઓની જેમ જ સેનાધ્યક્ષ પણ માત્ર ચેતવણીરૂપી બયાન આપી પોતાનો કાર્યકાળ સમાપ્ત કરતા નજર અવી રહ્યાં છે. આજ જનતાને શંકા થઇ રહી છે કે આ સરકાર છે કે પછી ચા અને પકોડાવાળાની લારી? ભાજપ પકોડા જેવા તથ્યહીન નકામા મુદ્દાઓની આડમાં જજ લોયાના શંકાસ્પદ મોત જેવા ગંભીર મુદ્દાઓ સાથે જોડાયેલા તથ્ય ગુમ કરી રહી છે અને જે લોકો આ હત્યાઓ સાથે જોડાયેલા છે તે સંસદમાં ઉભા થઇને પકોડા અને ચા પર સ્વાભિમાનનું નાટક કરી રહ્યાં છે. જો પકોડા વેચવા રોજગારી છે તો પછી ભાજપના નેતા પોતાના બેકાર પુત્ર માટે પકોડાની લારી કેમ શરુ નથી કરતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાજપના નેતાઓ બેકાર પુત્રો પકોડાની લારી ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarati Samachar હાર્દિકની ટ્વિટ. Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસનું હલ્લાબોલ, કોંગ્રેસના કોર્પોરેટરને હોસ્પિટલ ખસેડાયાં​

સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વેરા તથા અન્ય ટેક્સના ...

news

વિધાનસભામાં નવા મંત્રીઓને વિપક્ષનાં સવાલોનો જવાબ આપતાં આંખે પાણી આવશે

ગુજરાત વિધાનસભાનું સત્ર ૧૯ ફેબ્રુઆરીથી શરુ થઇ રહ્યું છે ત્યારે સતાધારી પક્ષ અને વિપક્ષે ...

news

ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમને મધ્યપ્રદેશની ચૂંટણીની જવાબદારી સોંપાઈ

કોંગ્રેસ હાઈકમાન્ડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકની ચૂંટણી પહેલાં ગ્રાસરૂટ સ્તરે ...

news

કોંગ્રેસની જેમ હવે ભાજપમાં પણ સગાંવાદ, વિજાપુર નગરપાલિકામાં ભાજપે સગાવ્હાંલાંને ટિકીટની લ્હાણી કર્યાની ચર્ચા

મહેસાણા હંમેશા ભાજપ માટે રાજકારણની પાઠશાળા રહી છે. અહીં ભાજપની ભગિની સંસ્થાઓ અનેક પ્રયોગ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine