ગુજરાતના સૌથી મોટા પાંચ ડેમમાં પાણીનો જથ્થો છેલ્લા દસ વર્ષના તળિયે!

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (15:30 IST)

Widgets Magazine
sardar sarovar

 
ગુજરાતના મહત્વના ડેમનો હાલનો જથ્થો ગત દસ વર્ષના સરેરાશ જથ્થાથી પણ નીચો ગયો છે. નર્મદાના સરદાર સરોવર ડેમ સહિતના કેટલાક ડેમ હાલ શિયાળાના સમયગાળામાં જ પાણીનો જથ્થો ગુમાવી રહ્યા છે. મહત્વના ૧૦ ડેમોમાં તેની સ્ટોરેજ ક્ષમતામાંથી ૪૫ ટકા પાણી જ હાલ બચ્યુ છે. ગુજરાતના કેટલાંક મહત્વના ડેમ છેલ્લાં દસ વર્ષની સરેરાશ સપાટીથી પણ ઓછી સપાટીએ પહોંચ્યા છે.

હાલ મહત્વના ડેમમાં રહેલો પાણીનો જથ્થો ગત દસ વર્ષના સરેરાશ જથ્થાથી પણ ઓછો છે. આ ડેમમાં સરદાર સરોવર, ઉકાઇ, કડાણા, શેત્રુંજી અને ધરોઈ(સાબરમતી) ડેમનો સમાવેશ થાય છે. આમ, માત્ર નર્મદાના સરદાર સરોવર ડેમ નહીં પરંતુ અન્ય ડેમ પણ ધીમે-ધીમે તળિયે પહોંચી રહ્યા છે. પંચમહાલમાં મહી નદી પર આવેલા કડાણા ડેમમાંથી પંચમહાલ અને દાહોદને તો લાભ મળે જ છે પરંતુ તેનું કેટલુંક પાણી અમદાવાદને પણ મળે છે. આ પાણીના જથ્થામાં ધરખમ કાપ મૂકવાની હાલ વાતો ચાલી રહી છે. આવી જ રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાના અને મધ્યમ કદના મોટાભાગના ડેમ સિંચાઇ અને વપરાશનું પાણી આપવા સક્ષમ છે. સેન્ટ્રલ વોટર કમિશનની માહિતી અનુસાર ગુજરાતના મહત્વના ૧૦ ડેમમાં હાલ તેની કુલ સ્ટોરેજ ક્ષમતાના ૪૫ ટકા પાણી જ બચ્યું છે. ગત વર્ષે આ ડેમોમાં તેની કુલ સ્ટોરેજ ક્ષમતાના ૫૪ ટકા પાણી હતું. ગત દસ વર્ષની સરેરાશ ટકાવારી ૪૯ ટકા છે. વિધાનસભા ચૂંટણી સમયે લોકો અને ખેડૂતો સમક્ષ સિંચાઇની વાતો તો કરવામાં આવી હતી પરંતુ હાલ સરકારે જરૃરી પાણી પુરવઠો આપવાની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

અભિનેતા જીતેન્દ્ર પર તેમની કઝિને લગાવ્યો ગંભીર આરોપ, બોલી - 18 વર્ષની વયે કર્યો હતો રેપ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રને એક મોટો સનસનીખેજ ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે ...

news

અભિનેતા જીતેન્દ્ર પર તેમની કઝિને લગાવ્યો ગંભીર આરોપ, બોલી - 18 વર્ષની વયે કર્યો હતો રેપ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રને એક મોટો સનસનીખેજ ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે ...

news

સૌરાષ્ટ્રના ગરીબ ખેડૂતની એકની એક પુત્રી મલેશિયામાં બની યોગ ચેમ્પિયન

ગીર સોમનાથ જીલ્લાના લાટી ગામના ગરીબ ખેડુત ની પુત્રી ભારતીબેન સોલંકીએ તાજેતરમાં જ્ઞાતિના ...

news

ભાજપનો સરપંચ સન્માન સમારોહ ફ્લોપ ડ્રાઇવર, કર્મચારી સ્ટાફને ખેસ પહેરાવાયાં

ગ્રામ પંચાયતોની ચૂંટણીનુ પરિણામ જાહેર થતાં ભાજપ-કોંગ્રેસે પોતાનાતરફી સરપંચો ચૂંટાયા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine