આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતી વિષય ફરજિયાત થશેઃ વિજય રૂપાણી

શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (11:55 IST)

Widgets Magazine
vijay rupani


CBSE સહિતના વિવિધ બોર્ડ્સ સાથે સંલગ્ન રાજ્યની શાળાઓમાં કરવા અંગેનો રાજ્ય સરકાર પ્લાન બનાવી રહી છે. એકેડમિક વર્ષ 2018માં ધોરણ આઠ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવશે. ગાંધીનગરમાં યોજાયેલ ‘ચિંતન શિબિર’માં વાત કરતી સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે ઇશારો કર્યો હતો. સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘વધારવા માટે શૈક્ષણિક વર્ષ 2018થી ધોરણ 8 સુધી ગુજરાતી વિષય ફરજિયાત પણ કરી શકાય, પછી ભલેને શાળા CBSE સંલગ્ન હોય, ICSE હોય કે પછી અન્ય કોઇ બોર્ડ સાથે સંલગ્ન કેમ ના હોય.

અગાઉ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ગુજરાતીમાં નપાસ થતા બાળકોનો આંકડો અને ગુજરાતી વિષયને પસંદ ન કરતા વિદ્યાર્થીઓના આંકડા પર ચિંતા વ્યક્ત કરી હતી.રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ‘ગુજરાતી ભાષાના ભવિષ્ય અંગે મુખ્યમંત્રીની ચિંતાને ધ્યાનમાં રાખી અમે એક્સપર્ટ કમિટિ બનાવી છે. દરેક બોર્ડના તમામ ધોરણોમાં ગુજરાતી ફરજિયાત કરવામાં આવે તે અંગે સરકાર વિચારણા કરી રહી છે.’ઉપરાંત સીએમ રૂપાણીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા વધારવા પર ભાર મૂક્યો. વધુ ઉમેર્યું કે સ્રોતનો યોગ્ય ઉપયોગ, ફંડની ફાળવણી કરી પ્રાઇવેટ સ્કૂલ અને એસએફઆઇમાં મળતું શિક્ષણ સરકારી શાળામાં પણ મળે તે નિર્ધારિત કરીશું.મુખ્યમંત્રીએ કહ્યું કે શિક્ષણ એ વિકાસનો પાયો છે. આમ શિક્ષણની ગુણવત્તા સારી ન હોય તો વિકાસ અધૂરો રહી જાય. રાજ્ય સરકાર દર વર્ષે શિક્ષણ માટે 25000 કરોડની ફાળવણી કરે છે. દર વર્ષે 34000 સરકારી શાળામાં ગરીબ, દલિત, વંચિત અને મજૂર વર્ગ પરિવારના 80 લાખ વિદ્યાર્થી શિક્ષણ મેળવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિપક્ષ નેતા ધાનાણીના ગઢ ફરી ધોવાયો, ટીંબી યાર્ડમાં BJP બિનહરીફ

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી ગઢમાં સતત ત્રીજી વખત ગાબડું પડ્યું છે. ...

news

રાજ્યસભામાં મોકલીને પ્રદેશ પ્રમુખ ભરતસિંહનું પત્તુ કપાશે એવી ચર્ચાઓ

રાજયસભાની ખાલી પડનારી ચાર બેઠકો માટે માર્ચના અંતમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાંથી બે ...

news

જાણો બોર્ડની પરિક્ષામાં બોર્ડે કયા નિયમો વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યાં

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ...

news

બોરનું પાણી પુરું પાડવાનું હોવાથી અમદાવાદીઓને હવે પાણી પીવા માટે RO વિના ચાલશે નહીં

ગુજરાતમાં હાલ પાણીની ગંભીર કટોકટી ઉભી થવાને કારણે અમદાવાદીઓને પણ પાણી કાપનો સામનો કરવો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine