ગુજરાતમાં સ્ત્રીઓ પર ત્રાસ અને દહેજની માંગણીમાં છ ગણો વધારો

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (16:52 IST)

Widgets Magazine
crime


જયારે ગુજરાતમાં ગર્વથી ‘સ્ત્રી સલામત’ની વાતો કરવામાં આવે છે ત્યારે પોલીસ અને ન્યાયતંત્ર એ વર્ષ 2017માં નોંધેલી ફરિયાદોમાં 2016 કરતા વધુ ફરિયાદો નોંધી છે કે જેમાં સાસરીયાઓ દ્વારા દહેજ તથા ત્રાસ માટે ન્યાય માંગવામાં આવ્યો હોય. જયારે સારી બાબત એ ગણી શકાય કે સ્ત્રીઓ સામેના અન્ય ગુનાઓમાં 9.8 ટકાનો ઘટાડો આ સમયગાળામાં નોંધાયો છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રીપોર્ટ પ્રમાણે સ્ત્રીઓ સામેના અત્યાચારના ગુનાઓમાં વર્ષ 2016માં દેશના 29 રાજયોમાંથી 16માં ક્રમે રહ્યું હતું. સીઆઈડીના અધિકારીના જણાવ્યા પ્રમાણે આઈપીસીની કલમ 498એ હેઠળ બે દહેજના કેસ સહિત કુલ 86 કેસો 2016માં નોંધાયા હતા.

જયારે 2017માં 656 કેસો નોંધાયા છે. બીજી બાજુએ 498એ સાથે આઈપીસીની અન્ય ધારાઓ મુજબ આજ ગાળામાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે.જયારે અન્ય બે કેટેગરીમાં જેમાં બળજબરી અને બળાત્કારના કેસમાં 6 ટકા વધારો નોંધાયો છે.સીઆઈડીના એડીજીપી અનીલ પ્રથમે જણાવ્યું છે કે આ સિવાયના સ્ત્રીર્ઓ પરના અન્ય ગુનાઓની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે તેનું કારણ બાળકો અને સ્ત્રીઓ માટે ચિત્ર બનીને આ પ્રકારના ગુનાઓને ગંભીરતાથી લઈ પોલીસે પણ સંવેદનશીલ કેસોમાં નિયમિત ફરજ બજાવી છે. કેટલાક નિષ્ણાંતો જણાવે છે કે સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જયારે મીના જગતાપ નામના મહિલા વકીલ જણાવે છે કે સ્ત્રીઓ પહેલાના સમય કરતા વધારે આત્મનિર્ભર બની રહી છે ત્યારે તેના કારણે આ પ્રકારની ફરિયાદોની સંખ્યામાં વધારો થયો છે. માત્ર દહેજની માંગ જ નહીં અન્ય સ્ત્રી સામેના અત્યાચારોમાં સમાજની માનસિકતા છતી થાય છે. હું માનું છું કે નોંધાયા વિનાના કેસોનો આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે.મહિલા માટેની હેલ્પલાઈન 181ના કારણે પણ ગત વર્ષની સરખામણીએ 10 ટકા ફરિયાદો વધુ થઈ છે. અભયમના ઈએઆરઆઈ ગુજરાતની જવાબદારી સંભાળી રહેલા જસવંત પ્રજાપતિ જણાવે છે કે હેલ્પલાઈનમાં થઈ રહેલા વધુ ફોનનો આંકડો આમ જનતામાં અધિકાર માટે જાગૃતિ સૂચવે છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાણો કેમ AIIMS મેળવવાની સ્પર્ધામાં રાજકોટ કરતા વડોદરા આગળ નીકળ્યુ?

મેડિકલ ક્ષેત્રે દેશની સર્વોચ્ચ સંસ્થા એઇમ્સ(ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ)ની ...

news

રિવરફ્રન્ટ પર બજરંગદળના કાર્યકરોએ પ્રેમીપંખીડાઓને દોડાવ્યાં

આજે વેલેન્ટાઈન ડે હોવાથી પ્રેમી પંખીડાનો મેળમિલાપ અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યો ...

news

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા કોંગ્રેસના 50 આગેવાનોને ખુલાસો કરવા કોંગ્રેસ પક્ષનો આદેશ

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો ભલે વધી હોય પરંતુ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરીને પક્ષને ...

news

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારી,મુખ્ય સચિવની મુલાકાત

કેવડીયાની સાધુ ટેકરી પર આકાર લઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine