વડોદરાના 19 વિદ્યાર્થીઓએ ઓલ ટેરેઈન વ્હિકલ તૈયાર કર્યું, રાષ્ટ્રીય સ્પર્ધામાં લેશે ભાગ

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (16:24 IST)

Widgets Magazine

rodo riders

કોઈપણ પ્રકારની પરિસ્થિતીમાં, કોઈપણ રસ્તા પર, પૂરમાં કે આગમા કે પછી પર્વતારોહણ માટે વડોદરા નજીકની ખાનગી કોલેજના એન્જિનિયરીંગના ૧૯ વિદ્યાર્થીઓ દ્વારા સજ્જ કરવામાં આવી છે. જે નાસિકમાં યોજાનાર ' મેગા એટીવી ચેમ્પિયનશીપ' માં તા.૨૪, ૨૫ અને ૨૬ ફેબુ્રઆરીના રોજ રજૂ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી લગાતાર ભારતભરના એન્જિનીયરોને ટક્કર આપીને ટોપ ૧૦માં સ્થાન જમાવી રાખનાર ટીમ શેડો રાઈડર્સ ફરીએકવાર કાર લઈને આવી છે.

હોરનેટ કારને છેલ્લા ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓ બનાવી રહ્યા હતા. જેને બનાવવાનો ખર્ચ લગભગ પાંચ લાખ રુપિયા થયો છે. ઓછા ખર્ચમાં તેમજ બિનજરુરી વસ્તુઓને રિપ્રોડયુસ કરીને કારને વધુ સારી બનાવવા માટે વિદ્યાર્થીઓ વેસ્ટેજ વસ્તુઓનો પણ ઉપયોગ કરીને કારની સીટ, બોડી પેનલ, કેબલ, બ્રેક પેડલ અને માઉન્ટીંગ સ્વીચ બનાવી છે. નાસિકમાં યોજાનાર મેગા એટીવી ચેમ્પિયનશીપમાં ભારતભરમાંથી લગભગ ૧૨૦થી ૧૨૫ જેટલી ટીમ ભાગ લેનાર છે. જેમાંથી ટીમ શેડો રાઈડર્સ હોરનેટ કાર સાથ ભાગ લેવો તૈયાર છે. આ કારને બનાવવા માટે નિષ્ણાંતો તમામ વર્ષના એન્જિનીયર વિદ્યાર્થીઓની લેખિત અને પ્રક્ટિલ પરીક્ષા લે છે ત્યારબાદ તેમાંથી ટીમ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ ચારેય વર્ષના ૧૯ વિદ્યાર્થીઓએ આ અનોખી કાર બનાવી છે. સ્પર્ધાની તારીખ નજીક આવતી હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા કારને ૧૪ ફેબુ્રઆરીના રોજ લોન્ચ કરવામાં આવી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓના માતા-પિતા તેમજ કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ધર્મના બંધનો તોડીને રોજ મળીને ફરી નિખૂટા પડનારેમી

ધર્મના બંધનો તોડીને રોજ મળીને ફરી નિખૂટા પડનારેમી

news

કોણ છે 11000 કરોડનો લુંટેરો નીરવ મોદી...

આમ તો નીરવ મોદીના નામનો સમાવેશ ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં થાય છે, પણ પંજાબ નેશનલ બેંક ...

news

Video - જાણો સંગીતકાર બનવા માંગતા નીરવ મોદી કેવી રીતે બની ગયા diamond king

આ વેપારી ક્યારેય જ્વેલરી ડિઝાઈનર બનવા માંગતા નહોતા. તેમની ઈચ્છા હતી સંગીતમાં નામ કમાવવાની

news

ભાજપના ધારાસભ્યના ભાઈની ગેંગનો આતંક, વેપારીબંધુ પર ફાયરિંગ કર્યું

રાજકોટ શહેરના પેડક રોડ પર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘૂસી કચરો ફેંકવાના મુદ્દે ધારાસભ્ય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine