માર્ચ મહિના દરમિયાન પદયાત્રા યોજી ગામડા ખુંદી લોકજાગૃતિની જેહાદ જગાવાશે : હાર્દિક

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (17:37 IST)

Widgets Magazine
hardik patel


સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફરી એક વખત ધૂણી ધખાવી છે. જૂનાગઢ ખાતે સેવ યુથ સંમેલનને સંબોધતા હાર્દિકે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન થકી માત્ર પટેલોને જ નહી પણ અન્ય જાતિઓ અને જ્ઞાતિઓને પણ અનામતનો લાભ મળી રહેવાનો છે. બિન અનામત આયોગમાં પટેલ ઉપરાંત અન્ય જાતિઓને પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર અનામત આંદોલનમાં યુવાનો સાથ આપે તે જરૂરી છે. સભાને સંબોધતા હાર્દિકે કહ્યું કે રાજનેતા બનવા આવ્યો નથી પણ સમાજ સેવક બનવા આવ્યો છું. લોકોને શું આપી શકું તે મહત્વનું હોય છે.

પંજાબી હોટલ કે ઢાબામાં જાઓ તો ત્યાં માત્ર પંજાબી ખાવાનું જ મળશે. સાઉથ ઈન્ડીયન ડીશ નહી. આ સ્થિતિને બદલવી છે. પંજાબી ઢાબામાં સાઉથ ઈન્ડીયન પણ મળે અને ગુજરાતી થાળી પણ મળે. આવી જ રીતે સરકારે પણ લોકોને શું જોઈએ તે સમજવાની જરૂર છે. હાર્દિકે કહ્યું કે ભાજપ-કોંગ્રેસથી કોઈ લેવા દેવા નથી. યુવાનોને માત્ર રોજગારથી લેવા દેવા છે. જીએસટી ઘટે, મગફળીના પુરતા ભાવ મળે તેનાથી નિસ્બત છે. હવે હાર્દિકનું બધું ખુલ્લું થઈ ગયું છે. લોકોએ કપડામાં પણ જોયો અને કપડા વગર પણ જોયો છે. એટલે હવે એ લોકો શું ખુલ્લું કરવાના છે. કેટલાક લોકો કહે છે કે રાજકારણ કરવા આવ્યો છું તો કહેવા માંગું છું કે મારે હજુ ઘણું કામ કરવાનું છે. લોકોએ સીએમ બનાવવો હશે તો ચોક્કસપણે સીએમ બનીશ.હાર્દિકે પોતાની ભાવિ યોજના અંગે કહ્યું કે માર્ચ મહિનાથી સમગ્ર ગુજરાતમાં પદયાત્રા શરૂ કરવામાં આવશે. ગામડે-ગામડે જાજાગૃતિ લાવવામાં આવશે અને લોકોને થતાં અન્યાયની સામે અવાજ બુલંદ કરવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પાટીદાર અનામત આંદોલન કન્વીનર હાર્દિક પટેલ. ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યુઝ Gujarat Samachar Gujarati News Ahmedabad News Mehsana News #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar #gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરાના ધારાસભ્યના ભત્રીજાએ શિવમેળામાં સ્ટોલ ધારકો સાથે છેતરપિંડી કરી, મામલો પોલીસ સુધી પહોંચ્યો

મહાશિવરાત્રી નિમિત્તે વડોદરાના નવલખી મેદાનમાં 9થી 18 ફેબ્રુઆરી દરમિયાન શિવમેળાનું આયોજન ...

news

વડોદરાના જાહેર માર્ગો પર લોકજાગૃતિ માટે કોન્ડોમ વિતરણ કરાયા

લક્ષ્ય ટ્રસ્ટના આંતરરાષ્ટ્રીય હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ કોન્ડોમ ડે અને વેલેન્ટાઇન ...

news

પાટણ કલેક્ટર કચેરી બહાર દલિત સામાજિક કાર્યકરનો આત્મવિલોપનનો પ્રયાસ

જમીન વિવાદ મામલે પાટણ કલેક્ટર ઓફિસ બહાર દલિત પરિવારના એક સભ્યએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ...

news

ધર્મના બંધનો તોડીને રોજ મળીને ફરી નિખૂટા પડનારા પ્રેમી

ધર્મના બંધનો તોડીને રોજ મળીને ફરી નિખૂટા પડનારેમી

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine