શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (15:20 IST)

પાટણમાં દલિત આત્મવિલોપનની ઘટનામાં SITની રચના, ૩૧ માર્ચ સુધીમાં તપાસ અહેવાલ સરકારને આપશે

પાટણમાં દલિત કાર્યકરના આત્મવિલોપનની ઘટનાને રાજ્ય સરકારે પ્રથમ દિવસથી જ ગંભીર ગણી છે. આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે સરકારે પોલીસ મહાનિર્દેશકના અધ્યક્ષ સ્થાને ખાસ તપાસ દળની રચના કરવાનો નિર્ણય કર્યો છે. જે ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં તપાસ પૂર્ણ કરીને તેનો અહેવાલ સરકારને સુપરત કરશે. એમાં જે કસૂરવાર જણાશે તેની સામે સરકાર દ્વારા કડક પગલાં ભરાશે.

ગૃહ-રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. આ સમગ્ર કેસની તપાસ બાબતે રચાયેલા ખાસ તપાસ દળમાં અધ્યક્ષ સ્થાને આઈજીપી નરસિમ્હા કોમર રહેશે. જ્યારે નિવૃત્ત અધિક સચિવ કિરીટ અધ્વર્યુ અને પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ સભ્ય તરીકે રહેશે.  તેમણે જણાવ્યું છે કે, પાટણ જિલ્લાના દલિત પરિવારની ઘટાજમીન માટેની માંગણી અંગેની વારંવારની રજૂઆતો સંબંધમાં કોઈ પ્રતિભાવ ન મળતાં ભાનુપ્રસાદ વણકરે ૧૫મી, ફેબ્રુઆરી-૨૦૧૮ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે આત્મ વિલોપન કર્યુ હતું. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની સારવાર એપોલો હોસ્પિટલમાં કરવામાં આવી હતી પરંતુ તે દરમ્યાન તેમનું અવસાન થયું હતું.

આ બનાવ સંદર્ભે ૧૭-૧૮મી દરમ્યાન તેમના વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ કરવા માટે તેમના પરિવારજનો દ્વારા માંગમી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે તે બાબતે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને તે દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. એવી જ રીતે મૃતકના પરિવાર દ્વારા જે માંગણી કરાઈ હતી તેના સંદર્ભમાં ખાસ કિસ્સા તરીકે શરતોને આધિન જમીન નિયમબધ્ધ કરી આપવા માટે પણ પાટણ કલેકટર દ્વારા ૧૯મીએ હુકમ કરી દેવામાં આવ્યો હતો. સાતલપુર તાલુકાના જામવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સ્વ.ભાનુપ્રસાદના પુત્ર ભાર્ગવકુમાર ભાનુપ્રસાદ મેઉવા ફરજ બજાવે છે. તેઓ પરિવારજનો સાથે રહી શકે તે માટે રાજ્ય સરકારે તેમની બદલી સિધ્ધપુર તાલુકાની ઈન્દિરાનગર (કાકોશી) પ્રાથમિક શાળામાં કરી છે.