બનાસકાંઠા જિલ્લા પંચાયત - કોંગ્રેસ જીતેલા 36 સભ્યોને અજ્ઞાતવાસ લઇ જશે

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (16:10 IST)

Widgets Magazine
bjp congress


બનાસકાંઠા જિલ્લા જાળવી રાખવા માટે ભાજપ દ્વારા ધમપછાડા કરાઈ રહ્યા છે. ભારે રસાકસી વચ્ચે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી છતાં હવે કોંગ્રેસને આ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. રાજયસભાની ચૂંટણી સમયેનો માહોલ ફરી રીપિટ થઈ રહ્યો છે. કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લામાં મજબૂત થઈ રહી છે. જે ભાજપ અને શંકરભાઈ ચૌધરીની પડતીની નિશાની છે. બહુમતી ન હોવા છતાં ભાજપે આ જિલ્લા પંચાયત મેળવવા હવાતિયાં શરૂ કરતાં  કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્યોને મોકલશે જાત્રાએ જિલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા તોડફોડ ના કરાય તે માટે સભ્યોને બહાર મોકલી રહી છે.

તમામ 36 જીતેલા સભ્યોને રાખશે અજ્ઞાતવાસમાં રખાશે અને જીતેલા સભ્યોને હરિદ્વાર, ગોકુળ- મથુરાની જાત્રા કરાવવાનું આયોજન કરાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રથમ બોર્ડમાં તમામ સભ્યોને લવાશે.  ગ્રામ્ય વિસ્તારમાં દબદબો ન જાળવી શકનાર ભાજપ હાર સ્વીકારવા તૈયાર નથી. ખેડા અને બનાસકાંઠા જિલ્લા તેમજ બન્ને જિલ્લાની તાલુકા પંચાયતો ઉપરાંત ગાંધીનગરની તાલુકા પંચાયતોની મળી કુલ ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ફરીથી ભાજપને રીતસરનું ધોવણ સહન કરવાનો વારો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને દબદબો વધી રહ્યો છે એ આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. વિશેષ રૂપથી ૨૦૧૩ના પરિણામો પર નજર કરીએ તો ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને સીધી સત્તા મળી હતી પરંતુ સમયાંતરે બન્ને જિલ્લાઓમાં કોંગ્રેસના અસંતુષ્ટોને હવા આપી ભાજપે સત્તા આંચકી હતી. એમાંથી કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લામાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવામાં સફળ રહ્યો છે જ્યારે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના ગઢ ગણાતા ખેડા જિલ્લામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.  બનાસકાંઠા જિલ્લામાં 66 બેઠકો પૈકી ભાજપને 28 અને કોંગ્રેસને ફાળે 36 બેઠક આવી છે. જ્યારે ખેડા જિલ્લા પંચાયતમાં 44 બેઠકો પૈકી 28 બેઠક ભાજપને મળી છે તો 16 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. બનાસકાંઠામાં એક સીટ બિનહરિફ સાબિત થઈ છે. હવે અા જિલ્લાપંચાયત જાળવી રાખવી અે કોંગ્રેસ માટે સન્માનનો પ્રશ્ન છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સચિવાલય સંકુલમાં સરકારી કર્મીઓ, ધારાસભ્યો ટ્રાફિકના નિયમભંગ બદલ દંડાયા

ગુજરાત આર.ટી.ઓ. દ્વારા સોમવારે સચિવાલય સંકુલમાં વિવિધ વાહનો લઇને આવતા જનપ્રતિનિધિઓ અને ...

news

ચોરવાડના હોલિડે કેમ્પને હવે લીલીઝંડી, આ ઐતિહાસિક ધરોહર ફરી સજીવન થશે

એક સમયે જૂનાગઢના નવાબનું એ ફેવરીટ ડેસ્ટીનેશન ખંડેર હાલતમાં છે ત્યારે હોલિડે કેમ્પ હવે ફરી ...

news

વિધાનસભામાં દલિતોનો મુદ્દો ગાજ્યો, સરકારે કોંગ્રેસના પ્રશ્નોના જવાબો નહીં આપતાં હોબાળો

ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમ્યાન કોંગ્રેસના પ્રશ્નોના રૂપાણી સરકાર દ્વારા જવાબ ના ...

news

પાટીદારોના મુદ્દા કેમ કોઈ નથી ઉઠાવતું - હાર્દિક પટેલ

પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે વાંધો ઉઠાવ્યો છે. ...

Widgets Magazine